Site icon Revoi.in

વાંચો એક રહસ્યમય કુંડ વિશે, જેના રહસ્યો વાંચીને તમે પણ અચંબામાં મૂકાઇ જશો

Social Share

નવી દિલ્હી: વિશ્વભરમાં એવી અનેક વસ્તુઓ છે જે રહસ્યોથી ભરપૂર છે. વૈજ્ઞાનિકો પણ આ પ્રકારના રહસ્યનો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. આજે અમે આપને ભારતના એક એવા રહસ્યમય કુંડ વિશે માહિતગાર કરવા જઇ રહ્યા છે, જેની ઊંડાઇની જાણ આજદિન સુધી વૈજ્ઞાનિકો પણ નથી લગાવી શક્યા.

હકીકતમાં, આ રહસ્યમય કુંડનું નામ ભીમ કુંડ છે. આ ભીમ કુંડ મધ્યપ્રદેશના છતરપુર જીલ્લાના 70 કિલોમીટર દૂર બાજના ગામમાં સ્થિત છે. મહાભારત સમયથી આ કુંડનું મહત્વ જોડાયેલું છે.

ભીમ કુંડને લઈ એક વાત પ્રચલિત છે કે મહાભારત કાળમાં જ્યારે પાંડવો અજ્ઞાતવાસ પર હતા અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતા દરમિયાન તેમને ખૂબ જ તરસ લાગી. ઘણી જગ્યાએ શોધ્યુ છતા પાણી ન મળ્યું. છેવટે ભીમે પોતાની ગદા જમીન પર મારી. જેના કારણે મોટો કુંડ બની ગયો. કુંડમાંથી પાણી નીકળ્યુ અને પાંડવોએ પોતાની તરસ છીપાવી. કહેવાય છે કે, 40થી 80 મીટર પહોળો આ કુંડ દેખાવમાં બિલકુલ ગદા જેવો લાગે છે.

ભીમ કુંડ દેખાવમાં બિલકુલ સાધારણ લાગે છે. પરંતુ તેની ખાસિયત તમને અચંબામાં મૂકી દેશે. આ કુંડ વિશે કહેવામાં આવે છે કે, એશિયાઇ મહાદ્વિપમાં જ્યારે કોઇ પ્રાકૃતિક આપદા ઘટના થવાની હોય છે, ત્યારે કુંડમાં પાણીનું સ્તર આપોઆપ વધી જાય છે. આ તમામ વસ્તુઓ આજે પણ સંશોધકો માટે એક રિસર્ચનો વિષય છે.

આ રહસ્યમય કુંડની ઊંડાઇ શોધવા માટે સ્થાનિક પ્રશાસનથી લઇને વિદેશી વૈજ્ઞાનિકો તેમજ ડિસ્કવરી ચેનલની ટીમ પણ સંશોધન કાર્ય હાથ ધરી ચૂકી છે.પરંતુ તમામને માત્ર નિરાશા સાંપડી છે. એકવાર વિદેશી વૈજ્ઞાનિકોએ કુંડની ઊંડાઇ શોધવા માટે 200 મીટર ઊંડે પાણીમાં કેમેરો મોકલ્યો હતો, તો પણ ઊંડાઇની શોધ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ કુંડ વિશે એમ પણ કહેવાય છે કે, કુંડનું નામ ગંગાની જેમ પવિત્ર છે. આ પાણી ક્યારેય પ્રદૂષિત થતું નથી. સામાન્યપણે એક જગ્યાએ સ્થિર પાણી ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. જો કે આ પાણી ખરાબ થતું જ નથી.

(સંકેત)