Site icon Revoi.in

આસામમાં સ્કૂલે જવા માટે વિદ્યાર્થીઓને નાણાંકિય પ્રોત્સાહન અપાશે

Social Share

ગૌહાટી: આસામમાં વિદ્યાર્થીઓ નિયમિતપણે સ્કૂલમાં હાજરી આપે તે માટે સરકારે એક નવી પહેલ આદરી છે. આસામના શિક્ષણમંત્રી હિમંત બિશ્વા શર્માએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નિયમિત હાજરી આપે તે માટે સરકાર વિદ્યાર્થીઓને નાણાંકિય પ્રોત્સાહન તેમજ સ્કૂટર આપશે. વર્તમાનમાં રાજ્ય સરકાર રાજ્ય બોર્ડમાંથી ધોરણ 12માં ફર્સ્ટ ક્લાસમાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રજ્ઞાન ભારતી યોજના હેઠળ 22,000 ટૂ વ્હીલર આપશે. તે ઉપરાંત દરેક વિદ્યાર્થીની, જે રોજ સ્કૂલે હાજરી આપશે તેને 100 રૂપિયા આપવામાં આવશે.

વિદ્યાર્થીનીઓને ટૂ વ્હીલર આપવાના હેતુસર રાજ્ય સરકાર 144.30 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તે દરેક વિદ્યાર્થીઓને સ્કૂટી આપશે જે ફર્સ્ટ ક્લાલ લાવશે. ભલે તે સંખ્યા 1 લાખ પાર થઇ જાય. તેમણે કહ્યું કે વર્ષ 2018-19માં ફર્સ્ટ ક્લાસ મેળવનાર વિદ્યાર્થિનીઓને પણ સ્કૂટી આપવામાં આવશે.

તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે સ્નાતક સ્તરના દરેક વિદ્યાર્થીઓને પણ નાણાંકિય પ્રોત્સાહન આપવામાં આવશે અને આ મહિનાના અંત સુધીમાં જ આ યોજના શરૂ થઇ જશે. સ્કૂલની વિદ્યાર્થિનીઓને પ્રત્યેક દિવસ માટે 100 રુપિયા આપવામાં આવશે. જ્યારે 1500 અને 2,000 રુપિયાની ક્રમશઃ અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટને આપવામાં આવશે.

મંત્રીએ આગળ કહ્યું કે આ યોજના ગત વર્ષે જ શરુ થવાની હતી પરંતુ કોવિડ-19ના પ્રસારના કારણે મોડું થયું હતું.

(સંકેત)