- નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે
- હવે ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીનું કર્યું એલાન
- આ ટ્રેક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટમાં 20 જાન્યુઆરીએ થશે સુનાવણી
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્વનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે અને હવે ખેડૂતોએ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ દરમિયાન ટ્રેક્ટર રેલીનું પણ એલાન કર્યું છે. આ રેલી અંગે સુપ્રીમ કોર્ટમાં 20મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
દિલ્હીમાં 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેકટર માર્ચ મામલે સુપ્રીમ કોર્ટે હાલ કોઇ આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોને પ્રવેશ આપવો કે નહીં તે પોલીસનો વિષય છે.
Proposed tractor rally on Jan 26: We are not going to tell you what you should do. We will take up this matter on Jan 20, SC tells Centre
— Press Trust of India (@PTI_News) January 18, 2021
દિલ્હીમાં ટ્રેક્ટર રેલી એ કાયદો અને વ્યવસ્થાનો વિષય છે. આમ આ મામલે વધુ સુનાવણી આગામી 20 જાન્યુઆરી બુધવારના રોજ હાથ ધરાશે.
ટ્રેકટર રેલીને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શન અંગેની મંજૂરી આપવા અંગે પોલીસે નિર્ણય કરવાનો છે. આ સાથે સુપ્રીમે કહ્યું કે શહેરમાં કેટલા લોકો, કેવી રીતે આવે એ પોલીસ નક્કી કરશે. ચીફ જસ્ટીસે કહ્યું શું કોર્ટે હવે જણાવવું પડશે કે સરકારની પાસે પોલીસ એક્ટ હેઠળ શું શક્તિ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારના રોજ સુનાવણી હાથ ધરાશે.
(સંકેત)