Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, ‘100 ટકા વેક્સીન કેમ નથી ખરીદતા?’

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો નિરક્ષરોને વેક્સિન રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશે જેમની પાસે ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, રાષ્ટ્રીય રસીકરણ નીતિનું પાલન કરવું જોઇએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તેઓ કોવિડ-19 વેક્સિનના 100 ટકા ડોઝ કેમ પોતે નથી ખરીદતાં.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, કોરોના પર સૂચનાના પ્રસાર પર કોઇ પ્રતિબંધ ના હોવો જોઇએ. કોવિડ-19 સંબંધી સૂચના પર પ્રતિબંધ કોર્ટનો અનાદર માનવામાં આવશે અને આ સંબંધમાં પોલીસ મહાનિદેશકોને નિર્દેશ જાહેર કરાશે. સૂચનાઓનો મુક્ત પ્રવાહ આવશ્યક છે. આપણે નાગરિકોનો અવાજ સાંભળવો જોઇએ.

કોવિડ-19ને ધ્યાને લઇ સ્વત: સંજ્ઞાન હેઠળ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ વિશે કોઇ પૂર્વગ્રહ ના હોવો જોઇએ કે નાગરિકો દ્વારા ઇન્ટરનેટ પર કરવામાં આવી રહેલી ફિરયાદો ખોટી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ત્યાં સુધી કે ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીને પણ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે પૂછ્યું હતું કે, ટેન્કરો તેમજ સિલિન્ડરોની આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે શું ઉપાયગ કરવામાં આવી રહ્યા છે? દિલ્હીમાં વાસ્તવિક ચિત્ર એવું છે કે ઓક્સિજન હકીકતમાં ઉપલબ્ધ નથી અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે.

(સંકેત)