Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો સામે કરી કાર્યવાહી, આ કારણોસર ફટકાર્યો દંડ

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભાજપ-કોંગ્રેસ પર તવાઇ કરી છે. સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો છે. પોત-પોતાના ઉમેદવારો સામે રાજકીય કેસોને જાહેર ન કરવાનો કારણોસર સુપ્રીમ કોર્ટે આ આકરી કાર્યવાહી કરી છે.

આપને જણાવી દઇએ કે રાજકારણમાં ગુનાખોરીને સમાપ્ત કરવા માટે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં પણ અગત્યની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટે ઘણી વખત કાયદો બનાવવાનો આગ્રહ કર્યો કે તેઓ ઊંઘમાં જાગે અને રાજકારણમાં ગુનાખોરીને રોકવા માટે પગલાં ઉઠાવે, જો કે તેઓ ગાઢ નિંદ્રામાં છે.

સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી કે, કોર્ટની તમામ અપીલો બહેરા કાન સુધી નથી પહોંચી શકી. રાજકીય પક્ષો પોતાની ઊંઘમાંથી જાગવા તૈયાર નથી. કોર્ટના હાથ બંધાયેલા છે. આ સંસદનું કામ છે. અમે માત્ર અપીલ કરી શકીએ છીએ. આશા છે કે, આ લોકો નિંદ્રામાંથી જાગશે અને રાજકારણમાં ગુનાખોરીને રોકવા માટે મોટી સર્જરી કરશે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના ઉમેદવારો પર ક્રિમિનલ કેસોની વિગતો જાહેર ન કરવા બદલ ભાજપ, કોંગ્રેસ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, બસપા, જેડીયુ, આરજેડી, આરએસએલપી, એલજપીને 1-1 લાખનો દંડ કર્યો છે. જ્યારે સીપીએમ અને આરસીપીને 5-5 લાખનો દંડ કર્યો છે.