નવી દિલ્હી: પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટે કોર્ટની દેખરેખમાં સ્વતંત્ર તપાસ માટે જનહિત અરજીઓ પર કેન્દ્ર સરકારે નોટિસ જારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવતું હતું કે, સુરક્ષા ઉદ્દેશો માટે ફોનને ઇન્ટરસેપ્ટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો, આનો સાર્વજનિક ખુલાસો કરી શકાય નહીં.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાની અધ્યક્ષતા હેઠળની ત્રણ સદસ્યની બેન્ચે કહ્યું હતું કે, તે કેસના તમામ પાસાને જોવા માટે વિશેષજ્ઞોની સમિતિ બનાવવાના કેન્દ્રના પ્રસ્તાવની તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસમાં અરજીઓ પર જવાબ આપવા માટે કહ્યું છે.
ભારતના પ્રધાન ન્યાયાધીશ એન વી રમનાની અધ્યક્ષતા વાળી ત્રણ સદાયીય બેન્ચે કહ્યુ કે તે કેસના તમામ પાસાને જોવા માટે વિશેષજ્ઞોની સમિતિ બનાવવાના કેન્દ્રના પ્રસ્તાવની તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસમાં અરજીઓ પર જવાબ આપવા માટે કહ્યુ છે. સુપ્રીમ કોર્ટ હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી કરશે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ તર્ક આપ્યો કે સુરક્ષા અને સૈન્ય એજન્સીઓ દ્વારા રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી ગતિવિધિઓની તપાસ માટે કેટલીક રીતે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમણે કહ્યુ, કોઈ પણ સરકાર એ સાર્વજનિક નહીં કરે કે તેઓ કયા સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે જેથી આતંકી નેટવર્ક પોતાના સિસ્ટમને મૉડિફાઈ કરી શકે અને ટ્રેકિંગથી બચી શકે. મહેતાએ કહ્યુ કે કેન્દ્ર સરકાર, નજર હેઠળ તમામ તથ્યોને એક વિશેષજ્ઞ તકનીકી સમિતિની સમક્ષ રાખવા માટે તૈયાર છે તો તે કોર્ટને એક રિપોર્ટ આપી શકે છે.