Site icon Revoi.in

પેગાસસ જાસૂસી કાંડ: સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં એક્સપર્ટ કમિટીનું કરશે ગઠન

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારને પેગાસસ મુદ્દે ફટકાર લગાવ્યા બાદ હવે સુપ્રીમે એક્સપર્ટની નવી કમિટી બેસાડવાની વાત કરી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી મામલે એક નિષ્ણાત સમિતિનું ગઠન કરશે. ગુરુવારે આ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, કઇ રીતે કમિટી કામ કરશે અને કઇ રીતે તપાસ આગળ વધશે. આ મુદ્દે હવે આગામી સપ્તાહમાં વિસ્તૃત આદેશો આપવામાં આવે તેવી સંભાવના છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, કમિટીનો ભાગ બનવા માટે કેટલાક એક્સપર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમાંથી કેટલાક પોતાના અંગત કારણોસર તેનો હિસ્સા બની શક્યા ન હતા.

તેમણે ઉમેર્યુ હતું કે, ટેકનિકલ એક્સપર્ટ્સની કમિટી ફાઇનલ કરાશે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા પણ એક્સપર્ટ્સની એક કમિટી બનાવીને આ મામલે તપાસ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ વકીલ સી.યુ.સિંહને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આ સપ્તાહે પેગાસસ મામલે જરૂરી તપાસ કરશે અને તે માટે એક કમિટી બનાવશે.

આ અગાઉ સુનાવણીમાં CJI રમનાએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તમે ફરી એક જ વસ્તુ પર પાછા ફરી રહ્યા છો. અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે. અમે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં જતા નથી. અમારી મર્યાદિત ચિંતા લોકોની છે. સમિતિની નિમણૂક કોઈ મુદ્દો નથી. સોગંદનામાનો હેતુ બતાવવો જોઈએ કે તમે ક્યાં ઉભા છો. સંસદમાં તમારા પોતાના આઇટી મંત્રીના નિવેદન મુજબ ફોનનું ટેકનીકલ વિશ્લેષણ કર્યા વિના મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.

એ વખતે સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સુરક્ષા અને લશ્કરી એજન્સીઓ દ્વારા વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર સોફટવેરનો ઉપયોગ કરી રહી છે તે જાહેર કરશે નહીં જેથી આતંકવાદી નેટવર્ક્સ તેમની સિસ્ટમોમાં ફેરફાર કરી શકે અને ટ્રેકિંગ ટાળી શકે.