Site icon Revoi.in

ઓડિશાની રથયાત્રાને લઇને મહત્વના સમાચાર, જાણો સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો

Social Share

નવી દિલ્હી: ઓડિશામાં પુરી ઉપરાંત અન્ય સ્થળ પર જગન્નાથ યાત્રાની પરવાનગીને લઇને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કરતા CJI એન વી રમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટને આશા છે કે ભગવાન આવતા વર્ષે યાત્રાની પરવાનગી આપશે પરંતુ હાલનો સમય તેના માટે નથી. કોવિડના કારણે પુરી સુધી જ રથયાત્રાને સીમિત કરવા માટે ઓડિશા સરકારના આદેશ વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

ઓડિશા સરકારે પુરી જગન્નાથ રથ યાત્રા છોડીને સમગ્ર ઓડિશામાં મંદિરોમાં રથયાત્રા ઉત્સવ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. 23 જૂન, 2021ની ઓડિશા હાઇકોર્ટના આદેશ વિરુદ્વ એક અપીલ કરવામાં આવી હતી જેમાં રાજ્યના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વકીલ વિષ્ણુ શંકર જૈનના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ઓડિશા સરકારના SRCના કાર્યાલય દ્વારા જાહેર એક આદેશને પડકાર આપવામાં આવ્યો.

અરજીમાં એવું તર્ક આપવામાં આવ્યું હતું કે પુરીની તુલનામાં અમુક વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે. માટે પુરીના બહાર આવા વિસ્તારોમાં રથયાત્રા યોજવાની પરવાનગી આપવામાં આવે. આ અરજી પર કોર્ટે જણાવ્યું કે જો પૂજા જ કરવી છે તો ઘરે રહીને કરી શકાય.

CJIએ કહ્યું હતું કે, હું પહેલા રથયાત્રામાં જતો હતો જો કે છેલ્લા દોઢ વર્ષથી હું પણ તેમાં નથી ગયો. ઘર પર રહીને જ પૂજા કરું છું. સરકારનો નિર્ણય યોગ્ય છે. ઓડિશા સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પુરીમાં શરતો સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી અપાય.