Site icon Revoi.in

લખીમપુર હિંસા: સુપ્રીમની યુપી સરકારને લપડાક, ઘટનાસ્થળે હજારો ખેડૂતો છતાં માત્ર 23 પ્રત્યક્ષદર્શી જ કેમ?

Social Share

નવી દિલ્હી: લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા ત્યારે આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટમાં આઝે સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારને તતડાવી હતી કે એ દિવસે ત્યાં હજારો ખેડૂતો હાજર હતા અને તમને માત્ર 23 પ્રત્યક્ષદર્શી સાક્ષી જ મળ્યા? સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને તમામ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની સુરક્ષા નિશ્વિત કરવા માટે આદેશ આપ્યો હતો. મામલાની આગામી સુનાવણી 8 નવેમ્બરના રોજ થશે.

આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમણ, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની ખંડપીઠે કરી હતી. આ પેનલે સરકારને આ મામલાના અન્ય સાક્ષીઓના નિવેદન  CRPCની કલમ 164 હેઠળ નોંધવાના નિર્દેશ આપ્યા છે.

બીજી તરફ યુપી સરકાર તરફથી સુનાવણી દરમિયાન વરિષ્ઠવકીલ હરિશ સાલ્વે અને ગરિમા પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. હરિશ સાલ્વેએ કહ્યું હતું કે, 30 સાક્ષીના નિવેદન મેજિસ્ટ્રેટ સામે નોંધાયા છે જેમાંથી 23 પ્રત્યક્ષદર્શી છે. કેટલાકનું નિવેદન લેવાનું બાકી છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારને લપડાક લગાવી હતી કે, લખીમપુર ખીરીમાં રેલી દરમિયાન હજારો ખેડૂતો હાજર હોવા છતાં તમને માત્ર 23 પ્રત્યક્ષદર્શી સાક્ષી જ મળ્યા? ત્યારબાદ હરિશ સાલવેએ કહ્યુ કે અમે જાહેરાત આપીને કહ્યું છે કે જે પણ પ્રત્યક્ષદર્શી હોય તેઓ સામે આવે. આ સાથે જ ઘટનામાં તમામ મોબાઈલ વીડિયો અને વીડિયોગ્રાફી ઉપર પણ ધ્યાન આપ્યું છે.