Site icon Revoi.in

ભારતીય નૌકાદળની શાન એવા યુદ્વ જહાજ INS વિરાટ તોડવા પર સુપ્રીમની રોક

Social Share

નવી દિલ્હી: ભારતીય નૌકાદળના શાન રહેલા યુદ્વ જહાજ INS વિરાટને લઇને મહત્વના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે નૌસેનાનું સેવાનિવૃત્ત એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર રોક લગાવી છે. આપને જણાવી દઇએ કે એનવિટેક મરીન કંલ્ટેંટ્સ લિમિટેડ નામની કંપનીએ આ જહાજને 100 કરોડમાં ચૂકવીને તેને સંગ્રહાલય તરીકે સંરક્ષિત કરવાની માંગ કરી હતી.

INS વિરાટ ભાવનગરના શ્રીરામ ગ્રૂપે ખરીદ્યું હતું. તેને અંલગમાં સ્ક્રેપ માટે તોડવાનું હતું પરંતુ તેને સંગ્રહાલય તરીકે વિકસાવવાની માંગને લઇને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો જે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાલ તો સુપ્રીમ કોર્ટે INS વિરાટને તોડવા પર રોક લગાવી છે.

આપને જણાવી દઇએ કે INS વિરાટને ભારતે વર્ષ 1987માં બ્રિટિશ રોયલ નેવી પાસેથી ખરીદ્યું હતું. એ સમયે વિરાટનું નામ HMS હર્મેસ હતું અને બ્રિટિશ નૌસેનામાં 25 વર્ષ પસાર કરી ચૂક્યું હતું. આર્જેન્ટિના સામેના ફોકલેન્ડ યુદ્વમાં INS વિરાટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. વિરાટનું નામ ગિનિઝ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે સેવા પ્રદાન કરવા બદલ નોંધાયું છે.

(સંકેત)