1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચીન સાથે 9 વાર મંત્રણા છતાં જમીન પર તેની કોઇ અસર નહીં: એસ. જયશંકર
ચીન સાથે 9 વાર મંત્રણા છતાં જમીન પર તેની કોઇ અસર નહીં: એસ. જયશંકર

ચીન સાથે 9 વાર મંત્રણા છતાં જમીન પર તેની કોઇ અસર નહીં: એસ. જયશંકર

0
Social Share
  • ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ-તંગદિલી યથાવત્
  • ભારત-ચીન વચ્ચે 9 વાર મંત્રણા છતાં જમીન પર તેની કોઇ અસર નહીં: એસ. જયશંકર
  • થોડી ઘણી પ્રગતિ વાતચીતમાં થઇ છે: એસ. જયશંકર

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ અને તંગદિલી યથાવત્ છે અને આ સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સ્વીકાર્યું છે કે ભારત અને ચીન વચ્ચે 9 વખત મંત્રણા થઇ હોવા છતાં પણ જમીન પર તેની કોઇ અસર જોવા મળી રહી નથી.

જયશંકરે આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સેનાના ટોચના અધિકારીઓ 9 વખત ચીન સાથે મંત્રણા કરી ચૂક્યા છે, થોડી ઘણી પ્રગતિ વાતચીતમાં થઇ છે પણ તેને સમસ્યાના સમાધાન તરીકે જોઇ શકાય નહીં. જમીન પર આ વાતચીતનો કોઇ પ્રભાવ જોવા મળતો નથી.

મહત્વનું છે કે, 5 મેથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ મોરચે તણાવ સર્જાયા બાદ વાતચીત પણ થઇ રહી છે. જયશંકરે કહ્યું કે, સૈનિકોને પાછળ હટાવવાનો મુદ્દો બહુ જટીલ છે. આ બાબતનો નિર્ણય સેના પર આધાર રાખે છે.

અગાઉ પણ સરકારે રાજ્યસભામાં કહ્યું હતું કે, ચીને એપ્રિલ-મેમાં એક્ચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ પર સ્થિતિ બદલવા માટે વારંવાર પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તેઓના ઇરાદાને નાકામ બનાવ્યા હતા અને ચીન સાથે સ્પષ્ટ કરી દેવાયું છે કે, આ પ્રકારની હરકતો ભારતને સ્વીકાર્ય નથી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code