Site icon Revoi.in

એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી પ્રક્રિયા પૂર્ણ, હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ હતું આ કારણ

Social Share

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્ય અધિકારીઓના મોત નિપજ્યા હતા ત્યારે આ ઘટના માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની પ્રક્રિયા કરવામાં આવી હતી. એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી લગભગ પૂર્ણ થઇ ગઇ છે.

જાન્યુઆરીના અંત સુધીમાં એરફોર્સ ચીફને તેનો વિગતવાર રિપોર્ટ આપવામાં આવશે. અત્યારસુધી  દુર્ઘટનાની તપાસને લઇને કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે સૂત્રોનું માનીએ તો તો માનવીય કે ટેકનિકલ ભૂલને કારણે દુર્ઘટના થઇ હોય તેવું લાગી રહ્યું નથી. જ્યારે પાયલોટ પોતાનું ધ્યાન ગુમાવતા હોય છે ત્યારે આ પ્રકાનરા અકસ્માતો બનતા હોય છે. તે ઉપરાંત પાયલોટ અજાણતા કોઇ સપાટી સાથે અથડાઇ ગયો હોય એવું પણ બની શકે છે. આ પ્રકારની સ્થિતિને કંટ્રોલ્ડ ફ્લાઇટ ઇન્ટુ ટેરેન કહેવાય છે.

સૂત્રો અનુસાર હેલિકોપ્ટર ઉડાન માટે યોગ્ય હતું અને તે પાઇલોટની ભૂલ નથી. આ કિસ્સામાં એવું બની શકે કે ખરાબ હવામાનને કારણે કુન્નૂર વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી ગઇ હોય, જેના કારણે આ દુર્ઘટના ઘટી હોય. તપાસ ટીમે હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી હોવાની શક્યતાઓને નકારી કાઢી છે. તેઓ અનુસાર, હેલિકોપ્ટરમાં કોઇ પણ ટેકનિકલ ગડબડ ન હતી.

નોંધનીય છે કે, દેશના ટોચના હેલિકોપ્ટર પાઇલોટ એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામં ટ્રાઇ-સર્વિસિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી છે. કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ એર સ્ટાફના વડા દ્વારા કરવામાં આવી હતી. થોડાક દિવસોમાં આ રિપોર્ટ એર ચીફ માર્શલ વી આર ચૌધરીને સોંપાય તેવી સંભાવના છે.