- ગૃહમંત્રી અમિત શાહની જમ્મૂ-કાશ્મીર મુલાકાત દરમિયાન જ આતંકી હુમલો
- આ આતંકી હુમલામાં 1 જવાન ઇજાગ્રસ્ત
- સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ગૃહ મંત્રી અમિત શાહ પ્રવાસ પર છે ત્યારે જ પૂંછ અને શોપિયામાં સુરક્ષાદળો પર આતંકી હુમલો થયો છે. જમ્મૂ કાશ્મીર પોલીસ આતંકી જીયા મુસ્તફાને લને ત્યાં પહોંચી હતી ત્યારે આ હુમલો થયો હતો. CRPFના કેમ્પ પર હુમલો થયો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર પૂંછમાં આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 3 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં લશ્કરનો આતંકી પણ ઇજાગ્રસ્ત થયો હતો. અત્યારે સુરક્ષા દળો દ્વારા ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે જમ્મૂ કાશ્મીરના પ્રવાસે છે ત્યારે જ આ આતંકી હુમલો થયો છે. આજે તેઓ જમ્મૂ યુનિવર્સિટીમાં જોરાવર ઓડિટોરિયમમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.
અત્યારે ભાટા વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તે વિસ્તારમાં આતંકીઓને ઠેકાણાને ઓળખવા માટે સુરક્ષદળોની ટીમ પહોંચી હતી. ટીમની સાથે લશ્કર-એ-તૈયબાના આતંકી જીયા મુસ્તફા પણ હતા. જેને આતંકી ઠેકાણાઓને ઓળખવાના હતા. આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો. તેમાં સેનાનો એક જવાન ઇજાગ્રસ્ત થયા હતા.