Site icon Revoi.in

મોટા સમાચાર! આ પોઇન્ટ્સ પરથી ભારત-ચીનની સેનાએ કરી પીછેહટ, તણાવમાં ઘટાડો

Social Share

નવી દિલ્હી: લદ્દાખ સરહદે ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે 12માં સ્તરની કમાન્ડર મંત્રણા યોજાઇ હતી જેમાં થયેલી વાતચીત સફળ સાબિત થઇ છે. બંને દેશની સનાએ ગોગરા પેટ્રોલિંગ પોઇન્ટ પરથી પીછે હટ કરી છે.

આપને જણાવી દઇએ કે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછા કરવા માટે કમાન્ડર સ્તરે બેઠક કરવામાં આવી હતી. જે બેઠક બાદ હવે બંને દેશોના સેના ગોગરા પેટ્રોલિંગ પ્લાંઇટ-17A પરથી પાછળ હટી ગઇ છે.

ભારતીય સેના દ્વારા આ મુદ્દે માહિતી આવી હતી કે, બંને દેશની સેના દ્વારા પીછેહટ કરવામાં આવી છે. સેના દ્વારા કહેવાયું છે કે, 12મી વખત બેઠક યોજાઇ હતી તે બેઠકમાં બંને દેશોએ ગોગરા પોઇન્ટથી પોતાના સૈનિકો હટાવવા સહમતિ દાખવી હતી.

બંને પક્ષો દ્વારા બોર્ડર પર જે ટેન્ટ બાંધવામાં આવ્યા હતા તેને નષ્ટ કરાયા છે. સાથે જ બંને દેશોના જવાનો ત્યાંથી હટી રહ્યાં છે. છેલ્લા દોઢ વર્ષથી જે તણાવ ચાલી રહ્યો છે તેનો હવે અંત આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જૂન મહિના દરમિયાન ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા અને ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. જો કે હવે કમાન્ડર સ્તરને થયેલી અનેક મંત્રણા બાદ હવે તણાવ ઓછો થઇ રહ્યો છે.