Site icon Revoi.in

અયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદનો પાયો 26 જાન્યુઆરીએ નંખાય તેવી શક્યતા

Social Share

અયોધ્યા: અયોધ્યામાં એક તરફ રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો બીજી તરફ મસ્જિદ માટે ફાળવવામાં આવેલી જમીન પર મસ્જિદના બાંધકામમાં પણ તેજી આવી રહી છે.

એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, અયોધ્યામાં કોર્ટે ફાળવેલી જમીન પર મસ્જિદનો પાયો 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ નિમિતે નંખાશે. આ દિવસે યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અયોધ્યાના રામ મંદિર પરિરસથી 20 કિમી દૂર આવેલા ધીનુપર ગામમાં ભવ્ય મસ્જિદનો પાયો નાંખી શકે છે.

બીજી તરફ રામ મંદિરનું કામ 15 ડિસેમ્બરથી શરૂ થઇ ગયું છે. ખુદ પીએમ મોદીએ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, મસ્જિદના નિર્માણ માટે વકફ બોર્ડ દ્વારા 6 મહિના પહેલા ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. મસ્જિદ નિર્માણનો પાયો મુકવા માટે 26 જાન્યુઆરી સૌથી સારો દિવસ છે તેવું ટ્રસ્ટના પ્રવક્તા અતહર હુસૈનનું કહેવું છે. કારણ કે આ જ દિવસે આપણું સંવિધાન પણ અસ્તિત્વમાં આવ્યું હતું. આપણું બંધારણ અનેક સંસ્કૃતિઓ પર આધારિત છે.

મહત્વનું છે કે મસ્જિદમાં એક સમયે એક સાથે 2000 લોકો નમાઝ પઢી શકશે. અહીંયા ગરીબોને ભોજન કરાવવા એક કોમ્યુનિટી કિચન પણ શરૂ કરવામાં આવનાર છે. પરિસરમાં એક હોસ્પિટલ પણ બનાવાશે અને જેમાં 300 બેડની સુવિધા હશે. મસ્જિદમાં સૌર ઉર્જાની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

(સંકેત)