- સરકાર આગામી 4 વર્ષમાં આ બધી વસ્તુઓ વેચશે
- સરકારે તેને લઇને લોકસભામાં આપી જાણકારી
- સરકારે નેશનલ મોનેટાઇઝેશન પ્લાન હેઠલ આ કંપની વેચશે
નવી દિલ્હી: સરકાર દર વર્ષે અનેક સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી રહી છે અને સરકારે આગામી 4 વર્ષ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના અંતર્ગત સરકારે NTPC લિમિટેડ, નેશનલ હાઇવે ઑથોરિટી ઓફ ઇન્ડિયા અને એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા સહિત અનેક આ પ્રકારની સરકારી કંપનીઓની ઓળખ કરી છે.
લોકસભામાં આ અંગે જાણકારી આપતા નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડેએ જણાવ્યું કે, જે કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસેટ્સના મોનેટાઇઝેશન માટેની ઓળખ કરાઇ તેમાં NHAI, AAI, PGCIL, NTPC, NHPC, NLC India, FCI, GAIL, IOCL, HPCL, BSNL, MTNL સામેલ છે.
આપને જણાવી દઇએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઓગસ્ટ મહિના દરમિયાન નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન રજૂ કરી હતી. જેમાં બ્રાઉનફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સને વેચવા માટે 4 વર્ષની યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ નાણાકીય વર્ષ 2022થી નાણાકીય વર્ષ 2025 સુધી 6 લાખ કરોડ રૂપિયાની એસેટ્સ વેચાઇ છે. જેમાં રસ્તા, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, વીજળી, પાઇપલાઇન અને નેચરલ ગેસ, સિવિલ એવિએશન, શિપિંગ પોર્ટ્સ એન્ડ વોટરવેઝ, ટેલિકોમ્યુનિકેશન્સ, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ સામેલ છે.
સીતારમણે ત્યારે કહ્યું હતું કે સરકાર માત્ર અંડર-યુટિલાઈઝ્ડ એસેટ્સને વેચશે. જેનો હક સરકાર પાસે જ રહેશે અને પ્રાઈવેટ સેક્ટરના પાર્ટનર્સે ચોક્કસ સમય બાદ અનિવાર્યરૂપે પરત કરવાની રહેશે. તેમણે કહ્યું કે અમે કોઈ જમીન વેચી રહ્યા નથી.