Site icon Revoi.in

ભારતમાં બાળકોની રસીને મળી શકે મંજૂરી, બીજા-ત્રીજા ચરણની ટ્રાયલ શરૂ થશે

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં 12 થી 15 વર્ષના બાળકો માટે વેક્સિનની મંજૂરી મળી ગઇ છે ત્યારે હવે ભારતમાં પણ બાળકો માટે કોવેક્સિનની ટ્રાયલ શરૂ થાય તેવી સંભાવના છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત બાયોટેકની કોવેક્સિનની એક વિશેષ સમિતિએ 2 થી 18 વર્ષના બાળકો માટે બીજા અને ત્રીજા ચરણનાં ટ્રાયલની મંજૂરી વિશે વાત કરી હતી. આ ટ્રાયલ 525 જગ્યાઓ પર થશે. જેમાં દિલ્હી એઇમ્સ, પટણા એઇમ્સ, મેડિટ્રીના ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ નાગપુર સામેલ છે.

સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી SEC એ મંગળવારે હૈદરાબાદની ભારત બાયોટેકનાં પ્રસ્તાવ પર ચર્ચા કરી. આ કમિટીએ 2 થી 18 વર્ષનાં બાળકોની વેક્સિનનાં ટ્રાયલ કરવાની મંજૂરી માંગી છે. ટ્રાયલ માટે કોવેક્સિનનો જ ઉપયોગ થશે કારણકે 24 ફેબ્રુઆરીએ SECની બેઠકમાં નક્કી થયા મુજબ બધા જ પ્રોટોકોલ જાળવવા પડશે. હાલમાં 18 વર્ષથી ઉપરનાં દરેક વર્ગને ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિન જ આપવામાં આવી રહી છે.

ભારત બાયોટેક અનુસાર, હાલ અમે 18 રાજ્યોમાં કોવેક્સિન ડાયરેક્ટ જ પહોંચાડી રહ્યા છીએ. અમે 1 મેથી હવે રાજ્યોને વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે.

(સંકેત)