1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતમાં બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બનશે, જાણો એની ખાસ વાતો
ભારતમાં બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બનશે, જાણો એની ખાસ વાતો

ભારતમાં બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બનશે, જાણો એની ખાસ વાતો

0
Social Share
  • ભારતને સૌથી મોટો એક્સપ્રેસ-વે મળવાનો છે
  • નવો ગંગા એક્સપ્રેસ-વે 594 કિલોમીટર લાંબો હશે
  • જે ઉત્તર પ્રદેશના પશ્વિમી ભાગને રાજ્યના પૂર્વીય ભાગ સાથે જોડશે

નવી દિલ્હી: ભારતને સૌથી મોટો એક્સપ્રેસ-વે મળવાનો છે. નવો ગંગા એક્સપ્રેસ-વે 594 કિલોમીટર લાંબો હશે. જે ઉત્તર પ્રદેશના પશ્વિમી ભાગને રાજ્યના પૂર્વીય ભાગ સાથે જોડશે. નવા એક્સપ્રેસ-વેનું નિર્માણ આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થશે. યુપી સરકારે જાહેરાત કરી છે કે એક્સપ્રેસ-વે માટે 83 ટકા ભૂમિ અધિગ્રહણ પ્રક્રિયા પહેલાથી પૂરી થઇ ચૂકી છે. વાહનોને માત્ર વિશિષ્ટ ટૉલ પ્લાઝાના માધ્યમથી એક્સપ્રેસ-વેમાં પ્રવેશ કરવા કે બહાર નીકળવાની અનુમતિ હશે.

NH-334થી શરૂ થઇને પ્રયાગરાજ સુધી બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ પરિયોજનાથી મેરઠ, હાપુડ, બુલંદ શહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઇ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ જેવા જીલ્લાઓ આ યોજનાથી લાભાન્વિત થશે. આ એક્સપ્રેસ વે સાથે લગભગ 519 ગામડાંઓ જોડાશે. એક્સપ્રેસ-વેની મદદથી દિલ્હી પ્રયાગરાજની વચ્ચે યાત્રાના સમયને હાલ 10-11 કલાકથી ઘટાડીને ફક્ત 6-7 કલાક કરવાની આશા છે. વળી ટૉપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક નિર્ધારિત કરવામાં આવી છે. જે ભારતમાં ઉચ્ચતમ મનાય છે.

આ એક્સપ્રેસ-વે 06 લેનો બનશે અને તમામ સંરચનાઓનુ નિર્માણ 08 લેની પહોળાઇમાં કરવામાં આવશે. એક્સપ્રેસ વેની રાઇટ ઓફ વેની પહોળાઇ 120 મીટર પ્રસ્તાવિત કરવામાં આવી છે.

એક્સપ્રેસ-વેના એક કિનારા પર 3.75 મીટર પહોળાઇના સર્વિસ રૉડનુ નિર્માણ કરવામાં આવશે, જેનાથી પરિયોજના ક્ષેત્રની આપસાસના ગામડાઓના રહેવાસીઓને સુગમ પરિવહન મળી શકે.

એક્સપ્રેસ-વે પર એક હવાઇ પટ્ટી પણ બનાવવામાં આવશે, જેનાથી ભારતીય વાયુ સેનાના વિમાન આપાત સ્થિતિમાં ઉતરી શકે, હવાઇ પટ્ટીનુ નિર્માણ સુલ્તાનપુર જિલ્લામાં કરવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code