Site icon Revoi.in

ભારતમાં બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બનશે, જાણો એની ખાસ વાતો

Social Share

નવી દિલ્હી: ભારતને સૌથી મોટો એક્સપ્રેસ-વે મળવાનો છે. નવો ગંગા એક્સપ્રેસ-વે 594 કિલોમીટર લાંબો હશે. જે ઉત્તર પ્રદેશના પશ્વિમી ભાગને રાજ્યના પૂર્વીય ભાગ સાથે જોડશે. નવા એક્સપ્રેસ-વેનું નિર્માણ આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થશે. યુપી સરકારે જાહેરાત કરી છે કે એક્સપ્રેસ-વે માટે 83 ટકા ભૂમિ અધિગ્રહણ પ્રક્રિયા પહેલાથી પૂરી થઇ ચૂકી છે. વાહનોને માત્ર વિશિષ્ટ ટૉલ પ્લાઝાના માધ્યમથી એક્સપ્રેસ-વેમાં પ્રવેશ કરવા કે બહાર નીકળવાની અનુમતિ હશે.

NH-334થી શરૂ થઇને પ્રયાગરાજ સુધી બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ પરિયોજનાથી મેરઠ, હાપુડ, બુલંદ શહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઇ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ જેવા જીલ્લાઓ આ યોજનાથી લાભાન્વિત થશે. આ એક્સપ્રેસ વે સાથે લગભગ 519 ગામડાંઓ જોડાશે. એક્સપ્રેસ-વેની મદદથી દિલ્હી પ્રયાગરાજની વચ્ચે યાત્રાના સમયને હાલ 10-11 કલાકથી ઘટાડીને ફક્ત 6-7 કલાક કરવાની આશા છે. વળી ટૉપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક નિર્ધારિત કરવામાં આવી છે. જે ભારતમાં ઉચ્ચતમ મનાય છે.

આ એક્સપ્રેસ-વે 06 લેનો બનશે અને તમામ સંરચનાઓનુ નિર્માણ 08 લેની પહોળાઇમાં કરવામાં આવશે. એક્સપ્રેસ વેની રાઇટ ઓફ વેની પહોળાઇ 120 મીટર પ્રસ્તાવિત કરવામાં આવી છે.

એક્સપ્રેસ-વેના એક કિનારા પર 3.75 મીટર પહોળાઇના સર્વિસ રૉડનુ નિર્માણ કરવામાં આવશે, જેનાથી પરિયોજના ક્ષેત્રની આપસાસના ગામડાઓના રહેવાસીઓને સુગમ પરિવહન મળી શકે.

એક્સપ્રેસ-વે પર એક હવાઇ પટ્ટી પણ બનાવવામાં આવશે, જેનાથી ભારતીય વાયુ સેનાના વિમાન આપાત સ્થિતિમાં ઉતરી શકે, હવાઇ પટ્ટીનુ નિર્માણ સુલ્તાનપુર જિલ્લામાં કરવામાં આવશે