- ખેડૂતો દ્વારા ચક્કાજામ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી
- બહાના બનાવાનું છોડો અને કાયદાનું પાલન કરાવો – સુપ્રીમ
- ખેડૂતોને બોર્ડર પરથી હટાવવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ દિલ્હીની સરહદો પર ખેડૂતો અનેક મહિનાતી ધરણાં અને પ્રદર્શનો કરી રહ્યા છે જેને લઇને હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમે કેન્દ્ર સરકારને કહ્યું કે બહાના બનાવાનું છોડો અને કાયદાનું પાલન કરાવું પણ તમારી ફરજ છે.
આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઇ હતી. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમે કેન્દ્રને કહ્યું હતું કે, કાયદાનું પાલન કરાવું તમારી ફરજ છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતોને બોર્ડર પરથી હટાવવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ.
આપને જણાવી દઇએ કે સાર્વજનિક સ્થળ પર ધરણા પ્રદર્શનને લઇને કોર્ટ દ્વારા અગાઉથી જ કેટલાક આદેશો આપવામાં આવ્યા છે. જે મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર અમને એવું કહે છે કે અમે આ નહીં કરી શકીએ. સમગ્ર મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્રને એવું પણ પૂછ્યું કે આ સમસ્યાને લઇને સમાધાન શું છે?
સુપ્રીમે કેન્દ્રને ઝાટકતા કહ્યું કે, જે રીતે હાઇવે અને રસ્તાઓ જામ થઇ રહ્યા છે. તે વસ્તુ ના થવી જોઇએ. કૃષિ કાયદાના વિરોધને લઇને ખેડૂતો નોઇડા અને દિલ્હી વચ્ચેના રસ્તાઓ જામ કરી નાખ્યા હતા. જે મામલે અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી.
સમગ્ર મામલે કેન્દ્ર સરકારના સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું કે તેમણે સદસ્ય કમિટિ બનાવી હતી. જ્યા તેમણે ખેડૂત નેતાઓને બાલોવીને અન્ય સ્થળે ધરણા આપવા કહ્યું હતું. પરંતુ તેમણે અન્ય જગ્યાએ જવાની ના પાડી . ત્યારે સુપ્રિમ કોર્ટે કહ્યું કે તમે આ મામલે આવેદન કોર્ટને કેમ ન આપ્યું. જેના જવાબમાં સોલિસીટરે કહ્યું કે અમે હમે હવે આવેદન આપીશું.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર તેમના આવેદનમાં કિસાન સંઘને પણ પક્ષકાર તરીકે સામેલ કરશે. સાથે જ સુપ્રીમ કોર્ટ ખેડૂત નેતાઓ સાથે એ પણ જાણવા માગે છે કે તેઓ દિલ્હી અને NCR સિવાય અન્ય કોઇ સ્થળે શા માટે પ્રદર્શન નથી કરી રહ્યા.