Site icon Revoi.in

હવે મુંબઇ-પૂણે-હૈદરાબાદ રૂટ પર પણ બુલેટ ટ્રેન દોડશે, શરૂ થયું કામ

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે દેશમાં બુલેટ ટ્રેનની સંખ્યા વધારી રહી છે. મુંબઇથી હવે વધારે એક બુલેટ ટ્રેન દોડશે. હવે મુંબઇ-નાસિક-નાગપુર રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગયું છે.

આ પછી મુંબઇ-પૂણે-હૈદરાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ ઝડપથી કામ શરૂ થઇ ગયું છે. નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ આ ત્રીજા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

મુંબઈ-હૈદરાબાદ માટે ભવિષ્યમાં ચાલનારી બુલેટ ટ્રેન 650 કિમીનું અંતર કાપશે. તે મુંબઈથી વાયા થાણે અને પૂણે જઈને હૈદરાબાદ સુધી જશે. આ સંબંધિત પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આના કારણે થતી પર્યાવરણીય અને સામાજિક અસરોનું વિશ્લેષણ અને તેનાથી સંબંધિત માહિતી મેળવવામાં આવી રહી છે. થાણે જિલ્લામાં સ્થાનિક લોકોના અભિપ્રાય જાણવા માટે આજે (27 સપ્ટેમ્બર, સોમવાર) જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના કાર્યાલયમાં સત્તાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

પીએમની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે. મુંબઇ-અમદાવાદ રૂટ પર ચાલનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તમામ અવરોધોને દૂર કરતા જમીન સંપાદનનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બીજી તરફ મુંબઇ-નાગપુર બુલેટ ટ્રેનનું કામ શરૂ કરતા પહેલા થાણે જીલ્લામાં જ સ્થાનિક લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, મુંબઈથી હૈદરાબાદ સુધી દોડતી બુલેટ ટ્રેન મહારાષ્ટ્રને દક્ષિણ ભારત સાથે જોડવામાં સફળ થશે જ પણ મહારાષ્ટ્રના શહેરોને એકબીજા સાથે જોડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.