- ભારતના એક આર્મી મેને 50 દિવસમાં 4000 કિલોમીટરની દોડ લગાવવાનું નક્કી કર્યું
- આ દોડયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની હશે
- વેણુનો ઉદ્દેશ ગ્રીન ઇન્ડિયા અને વન નેશન વન સ્પિરિટનો છે
નવી દિલ્હી: ભારતના એક આર્મી મેને 50 દિવસમાં 4000 કિલોમીટરની દોડ લગાવવાનું નક્કી કર્યું છે. આ દોડયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની હશે. 1 એપ્રિલના રોજ શ્રીનગરથી દોડવાનો આરંભ કરનારા ભારતીય સેનાના આ એથલેટનું નામ વેલું પી છે. વેણી શ્રીનગરથી દિલ્હી, ઇન્દોર અને બેંગ્લોર જેવા શહેરોમાંથી પસાર થશે.
આપને જણાવી દઇએ કે વેલુ પીના ફ્લેગ ઑફ સમારોહમાં સેનાના અનેક અધિકારીઓ અને સૈન્ય કર્મચારીઓ મોટી સંખ્યામા જોડાયા હતા. આર્મીના લોકોને વેલુંના આ પગલાંને યુવાનો માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું.
વેલુ બાળપણથી જ દોડ પ્રત્યે જૂસ્સો ધરાવે છે અને સ્કૂલમાં પણ લાંબા અંતરની દોડમાં ભાગ લેતા હતા. ભારતીય સેનામાં જોડાતા પહેલા તેઓ અનેકવાર મેરેથોનમાં પણ ભાગ લઇ ચૂક્યા છે. વેણુનો ઉદ્દેશ ગ્રીન ઇન્ડિયા અને વન નેશન વન સ્પિરિટનો છે. જો તેઓ આ દોડમાં સફળ થશે તો આટલી લાંબી દોડનો આ એક વિશ્વ રેકોર્ડ ગણાશે.
વેલૂએ ભલે 50 દિવસમાં 4000 કિમીની દોડ નક્કી કરી હોય પરંતુ તેનું લક્ષ્ય તેનાથી પણ ઓછા સમયમાં તેને પૂરી કરવાનો છે. આ માટે તે આત્મવિશ્વાસ પણ ધરાવે છે. આ દોડે ભારતીય ટીમમાં તેમના સાથીદાર સ્વ. એલએલ મીણાને સમર્પિત કરી છે. વેલૂએ છેલ્લા 15 વર્ષની એથલેટ તરીકેની કારકિર્દી દરમિયાન ગત વર્ષ 1600 કિમી લાંબી અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લેવાની સિદ્વિ હાંસલ કરી હતી.
(સંકેત)