Site icon Revoi.in

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ, IBએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ છે. આતંકી હુમલાની ભીતિને પગલે IBએ પોલીસને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે.

ગણતંત્ર દિવસ દરમિયાન દિલ્હીમાં આતંકી હુમલાનું આતંકીઓ ષડયંત્ર કરી રહ્યા હોવાની ભીતિને ધ્યાનમાં લેતા સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવામાં આવી છે. આતંકી ખતરાને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસ પણ તૈયાર છે. રાજધાનીમાં 20 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માનવરહીત હવાઇ વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાનાએ કહ્યું હતું કે આ સમયમાં પેરા ગ્લાઈડર, પેર મોટર, માનવ રીત વિમાન સિસ્ટમ, ડ્રોન, ક્વાડકોપ્ટર, પેરા જમ્પિંગ એવા કોઈપણ માનવ રહિત હવાઈ વાહનો ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. કારણ કે તેના ઉપયોગથી આતંકીઓ પણ સામાન્ય માણસો અને સંસાધનોની સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે છે.

ઇન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકી હુમલાને લઇને દિલ્હી પોલીસને નવ પાનાનું એલર્ટ આપ્યું હતું. આતંકીઓ દેશના દિગ્ગજ નેતાઓ નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યું હોવાની પણ આશંકા છે. સૂત્રો અનુસાર આતંકી સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ કે બીજા કોઇ સંગઠન સાથે મળીને આ કાવતરું પાર પાડી શકે છે.

આપને જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલા દિલ્હીના ગાઝીપૂર ફૂલ મંડીમાં એક બિનવારસી થેલી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ, બોમ્બ સ્ક્વોડ તેમજ ફાયર વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એ જ દિવસે બોંબનો પણ કોલ આવ્યો હતો.