- ઉત્તરાખંડના નવા સીએમ તીરકે તીરથ સિંહ રાવતની વરણી
- બીજેપીના વરિષ્ઠ નેતા તીરથ સિંહ રાવત RSSના પ્રચારક રહી ચૂક્યા છે
- તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉત્તરાખંડના સંગઠન મંત્રી પણ રહી ચૂક્યા છે
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ બાદ આજે બીજેપી સાંસદ તીરથ સિંહ રાવત રાજ્યના 10માં મુખ્યમંત્રી બની ગયા છે. સાંજે 4 વાગ્યે રાજભવનમાં આયોજીત સમારંભમાં રાજ્યપાલ બેબી રાની મોર્યએ તેમને સીએમ પદના શપથ અપાવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં સરકારની મંત્રી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ એક કુશળ વહીવટકર્તા તેમજ એક સારા વ્યવસ્થાપક તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય પ્રગતિના દરેક શીખરો સર કરશે તેવો હું આશાવાદ વ્યક્ત કરું છું.
Congratulations to Shri @TIRATHSRAWAT on taking oath as the Chief Minister of Uttarakhand. He brings with him vast administrative and organisational experience. I am confident under his leadership the state will continue to scale new heights of progress.
— Narendra Modi (@narendramodi) March 10, 2021
મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે, “હું સૌને સાથે લઇને ચાલીશ. મે RSSમાં સૌને સાથે લઇને ચાલવાની ટ્રેનિંગ લીધેલી છે. મે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી જી સાથે કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. મે અટલ બિહારી બાજપેયી સાથે જમીન પર બેસીને ભોજન કર્યું છે. તેમને મારી સાથે ટ્રેનમાં ત્રીજી શ્રેણીમાં યાત્રા કરી છે. તેનાથી મને પ્રેરણા મળી છે. મારી સફળતામાં સંઘથી પ્રેરણા મળી. માતા-પિતા, પત્નિ સૌનો સાથ છે. મે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું કેન્દ્રીય નેતૃત્વનો ધન્યવાદ કરવા માંગું છું. જેમને મને આ પદભાર સોંપ્યો. હું ગામડામાંથી આવેલો એક નાનકડો કાર્યકર્તા છું. જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ.
તેમની કારકિર્દી વિશે
બીજેપી રાષ્ટ્રીય સચિવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી તીરથ સિંહ રાવત વર્ષ 1983થી લઇને 1988 ધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉત્તરાખંડના સંગઠન મંત્રી પણ રહી ચૂક્યા છે.
આ સંગઠનમાં તેઓએ રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી પણ નિભાવી છે. આ પહેલા તેઓ હેમવતી નંદન ગઢવાલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યૂનિયનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. બીજી તરફ સંયુક્ત ઉત્તર પ્રદેશમાં તીરથ સિંહ રાવત સ્ટુડન્ટ સંઘ મોર્ચા (ઉત્તર પ્રદેશ)માં પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા છે.
આ ઉપરાંત ભારતીય જનતા યુવા મોર્ચા (ઉત્તર પ્રદેશ)ના પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહેવાની પણ તેમને તક મળી છે. તીરથ સિંહ રાવત 1997માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેમને વિધાન પરિષદમાં વિશિશ્ચય સંકલન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2000માં નવગઠિત ઉત્તરાખંડના પ્રથમ શિક્ષણ મંત્રી રહેલા તીરથ સિંહને 2007માં ભારતીય જનતા પાર્ટી ઉત્તરાખંડના પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પ્રદેશ ચૂંટણી અધિકારી તથા પ્રદેશ સદસ્યતા પ્રમુખ પણ રહ્યા.
(સંકેત)