Site icon Revoi.in

હવે હાઇવે પર ટોલ પ્લાઝા થશે જશે બંધ, જીપીએસથી ટોલ સંચાલિત થશે

Social Share

નવી દિલ્હી: હવે તમને કદાચ હાઇવે પર ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો જોવા નહીં મળે અને તમારે વધુ સમય સુધી ત્યાં પ્રતિક્ષા પણ નહીં કરવી પડે. હવે હાઇવે પર ટોલ પ્લાઝા પર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લાગૂ કરાશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, હાલમાં GPSની મદદથી ટોલની વસૂલાત થાય તેવી સિસ્ટમ નથી. પરંતુ સરકાર આ ટેક્નોલોજી ડેવલપ કરવા માટે કામ કરી રહી છે. માર્ચમાં સરકાર ટોલ બૂથ ખતમ કરી દેશે અને જીપીએસની મદદથી ટોલ કલેક્શન સિસ્ટમ લાગૂ કરશે.

સડકોના નિર્માણ કરનારી કંપનીઓએ ખર્ચને સીમિત કરવા માટે સ્ટીલ અને સીમેન્ટનો ઉપયોગ ઘટાડવાની અપીલ કરી છે. તેઓએ બંનેના ખર્ચ અને તેનું પ્રમાણ ઘટાડવા માટે કન્સલટન્ટને નવા વિચારો લાવવાની અપીલ કરી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હું વિશ્વાસ અપાવું છે કે 1 વર્ષમાં દરેક ટોલ બૂથ હટાવી દેવાશે. ટોલ કનેક્શન જીપીએસની મદદથી થશે એટલે કે ટોલની રકમ ગાડી પરના જીપીએસ ઇમેજિંગના આધારે વસૂલાશે.

જીપીએસની સિસ્ટમમાં ગાડી કેટલી દૂર સુધી ચાલશે, તેના આધારે ગાડીના એકાઉન્ટ કે ઇ વોલેટથી ટોલ ટેક્સ જાતે કપાશે. ગડકરીએ કહ્યું કે, આજકાલ પેસેન્જર અને કર્મશિયલ ગાડીઓ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની સાથે આવી રહી છે. તેના માટે સરકાર જૂની ગાડીને જીપીએસથી લેસ કરવાની કોશિશ કરી રહી છે.

હાલમાં દેશમાં ફાસ્ટેગના ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમમાં ગાડીના વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવેલું રહે છે અને તેનાથી ગાડીને ટોલ આપવા માટે બૂથ પર ઉભા રહેવાની જરૂરી રહેતી નથી.