- આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા યોજાઇ
- રિલાયન્સ ગ્રીન એનર્જી ક્ષેત્રે 75,000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
- આગામી ગણેશ ચતુર્થીના રોજ જીયો નેકસ્ટ સ્માર્ટફોન થશે લોન્ચ
નવી દિલ્હી: આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઇ હતી. આ AGMમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ AGMને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણથી લઇને 5G લોન્ચિંગ, જીયો નેકસ્ટ સ્માર્ટફોન સહિતની જાહેરાતો કરી હતી.
જાણો AGMમાં કરાયેલી મહત્વની જાહેરાતો વિશે
- AGM દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સે છેલ્લા 1 વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી છે. પ્રાઇવેટ સેક્ટરમાં રિલાયન્સ દેશની સૌથી મોટી કસ્ટમ અને એક્સાઇઝ ડ્યૂટી ભરનારી કંપની છે.
- રિલાયન્સની AGM દરમિયાન જીયોનો નવો જીયો ફોન નેકસ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ગૂગલ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. કંપની આ સ્માર્ટફોન આગામી ગણેશ ચતુર્થીના અસરે લોન્ચ કરશે.
- મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, કંપનીએ છેલ્લા 1 વર્ષમાં 3.24 લાખ કરોડ રૂપિયા ઇક્વિટી કેપિટલ એકત્ર કર્યું છે. રિલાયન્સનો કંસોલિડેટેડ રેવેન્યૂ આશરે 5,40,000 કરોડ રૂપિયા છે. અમારો કઝ્યુમર બિઝનેસ ઝડપથી વધ્યો છે.
- ગત એજીએમથી અત્યાર સુધી અમારા બિઝનેસ અને ફાઇનાન્સ અપેક્ષા કરતાં વધારે વધ્યા છે. પરંતુ અમારી માટે સૌથી ખુશીની વાત એ છે કે આ કઠીન સમયમાં પણ માનવતાની સેવા માટે અનેક પ્રયત્નો કર્યા છે.
- મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી પ્લાનની જાહેરાત કરી છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ફોટવોલ્ટિક સેલ, હરીત હાઇડ્રોજન, વીજળી સ્ટોરેજ અને ફ્યૂલ સેલના વિનિર્માણ અર્થે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. રિલાયન્સ 1 લાખ મેગાવોટ અને વીજળી ઉત્પાદન ક્ષમતા બનાવશે. આ બિઝનેસમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
- આ ઉરાંત મુકેશ અંબાણીએ એજીએમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ગ્લોબલ થવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમના ગ્લોબલ પ્લાન્સની જાહેરાત આવનારા સમયમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે સાઉદી અરામકોના યાસિર અલ રુમાયનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તેમની ગ્લોબલ બનવાની શરુઆત છે.
- આ વર્ષે કંપનીને આશા છે કે સાઉદી અરામકોની સાથે થયેલો સોદો આ વર્ષે ઓપરેશનલાઇઝ થઇ જાય.
- રિલાયન્સ વેલ્યૂ ચેન પાર્ટનરશિપ અને ફ્યૂચર ટેક્નોલોજી જ ઉપર 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
- એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, અમે દેશ અને વિશ્વમાં ગ્રીન એનર્જી ડિવાઇઝને વેચવા માટે નવા એનર્જી બિઝનેસ લોન્ચ કરી રહ્યા છીએ. અમે રિલાયન્સ એનર્જી કાઉન્સિલ બનાવ્યા છે. કંપની 100 ગીગાવોટ સોલર એનર્જી બનાવશે.
- જીયો એવી કંપની છે જે ચીનને છોડી દઇએ તો એક દેશમાં 40 કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ ધરાવે છે.