Site icon Revoi.in

વીજ મંત્રાલયનો મહત્વનો નિર્ણય, રિન્યુએબલ એનર્જી પરની ટ્રાન્સમિશન ચાર્જ મુક્તિની અવધી વધારી

Social Share

નવી દિલ્હી: વીજ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વીજ મંત્રાલયે સૌર અને પવન ઉર્જા સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતી વીજળી માટે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ચાર્જમાંથી મુક્તિ માટેની સમયમર્યાદા વધુ બે વર્ષ વધારી છે. આ સાથે હવે 30 જૂન, 2025 સુધી રાહત મળશે. અત્યારસુધી તે 30 જૂન, 2023 સુધી ઉપલબ્ધ હતી. તે ઉપરાંત હાઇડ્રો ઇલેક્ટ્રિક પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ્સ માટે પણ આ રાહત લાગૂ પડશે.

મંત્રાલયે સોલર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ્સમાંથી ઉત્પન્ન થતી વીજળીના ટ્રાન્સમિશન પર આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ પરની ચાર્જમુક્તિને વધારવાનો આદેશ જારી કર્યો હતો આ આદેશથી સોલાર, પવન, હાઇડ્રોઇલેક્ટ્રિક પમ્પ સ્ટોરેજ સિસ્ટમ્સ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ અને પાવર એક્સચેંજમાં રિન્યુએબલ એનર્જીના કારોબારને પ્રોત્સાહન મળશે તેવું મંત્રાલયે જણાવ્યું હતું.

હવે 30 જૂન,2023 સુધી ચાલુ સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સમાંથી પેદા થતી વીજળીના ટ્રાન્સમિશન પર આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ડ્યુટી મુક્તિ હવે 30 જૂન, 2025 સુધી લંબાવી દેવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ચાલતા હાઇડ્રો પાવર પીએસપી અને બીએસઈએસ પ્રોજેક્ટ્સ માટે 30 જૂન, 2025 સુધી આઈએસટીએસ ચાર્જમાંથી છૂટ આપવામાં આવી છે. તે આ ગ્રીડની સુગમ કામગીરી માટે જરૂરી હાઇડ્રોઇલેક્ટ્રિક પમ્પડ સ્ટોરેજ પ્લાન્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને વેગ આપશે.