Site icon Revoi.in

ડીઝલના વધતા ભાવના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળની ચેતવણી

Social Share

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને હવે 100ની આસપાસ પહોંચ્યા છે ત્યારે સમગ્ર દેશની જનતામાં રોષની લાગણી જોવા મળી રહી છે અને સાથોસાથ ટ્રાન્સપોર્ટરોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ડીઝલના વધતા ભાવોનો વિરોધ કરવા ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પર જવાની રવિવારે ચેતવણી આપી છે. ટ્રાન્સપોર્ટરોના મુખ્ય સંગઠન ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે જણાવ્યું કે, ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.

AIMTC લગભગ 65 લાખ ટ્રક ડ્રાઇવરો તેમજ લગભગ 50 લાખ બસો તેમજ ટૂર ઓપરેટરોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. સંગઠને નિવેદનમાં જણાવ્યું કે, તેના રાષ્ટ્રીય નેતૃત્વએ માંગોના સમાધાનના દિશામાં પ્રક્રિયા શરૂ કરવા માટે સરકારે 14 દિવસની નોટિસ જારી કરવાનો નિર્ણય લીધો છે.

આ છે ટ્રાન્સપોર્ટરોની માંગ

ટ્રાન્સપોર્ટરોની માંગમાં ડીઝલના ભાવમાં તત્કાલ ઘટાડો અને આમાં એકરૂપતા, ઇ-વે બિલ અને જીએસટી સાથે જોડાયેલ મુદ્દાઓનું નિવારણ તેમજ વાહનોની સ્ક્રેપ પોલિસીને અમલમાં લાવતા પહેલા ટ્રાન્સપોર્ટરો સાથે એક વાર ચર્ચા કરવાનું સામેલ છે. સંગઠને જણાવ્યું કે, જો સરકાર આવું નહીં કરે તો તે દેશવ્યાપી બંધ કરીને વિરોધ કરશે.

(સંકેત)