Site icon Revoi.in

TRP સ્કેમ: પ્રશાંત ભૂષણે અર્ણબ ગોસ્વામી અને BARCના ભૂતપૂર્વ CEO વચ્ચેની વોટ્સએપ ચેટ કરી જાહેર

Social Share

નવી દિલ્હી: અર્ણબ ગોસ્વામી સામે ટીઆરપી કૌંભાડનો કેસ ચાલી રહ્યો છે ત્યારે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે રિપબ્લિક ટીવીના એક્ઝિક્યુટિવ એડિટર અર્ણબ ગોસ્વામી તેમજ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના ભૂતપૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તા વચ્ચેની લીક વોટ્સએપ ચેટ શેર કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, પ્રશાંત ભૂષણે ટ્વિટર પર વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે આ બીએઆરસીના સીઇઓ તેમજ અર્ણબ ગોસ્વામી વચ્ચની લીક વોટ્સએપ ચેટ છે. તેમાં ઘણા કાવતરા અને આ સરકારમાં ઘણો પાવર દેખાડે છે. તેમના મીડિયા તેમજ પાવર બ્રોકર તરીકે તેમની સ્થિતિનો દૂરુપયોગ કર્યો છે. તેમને લાંબા સમય માટે જેલ ભેગા કરવા જોઇએ.

આ ટીઆરપી કૌભાંડ ગત વર્ષે ઑક્ટોબરમાં સામે આવ્યું હતું જ્યારે બીએઆરસી દ્વારા હંસા રિસર્ચ ગ્રૂપ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપ લગાવાયો હતો કે રિપબ્લિક ટીવી સહિત કેટલીક ટીવી ચેનલો તેમના ટીઆરપી નંબર્સ વધારવા કૌંભાડ આચર્યું છે.

મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે પાર્થો દાસગુપ્તાએ પોતાના પદનો દુરઉપયોગ કર્યો હતો અને અર્ણબ ગોસ્વામી સહિત આરોપીઓ સાથે મળેલા હતા. તેમણે રિપબ્લિક ટીવીને નંબર વન બનાવવા માટે ટીઆરપી રેટિંગ્સ સાથે ચેડા કર્યા હતા. પોલીસે તે પણ આરોપ લગાવ્યો છે કે ગોસ્વામીએ 2017મા લોંચ થયેલી રિપબ્લિક ટીવીની ટીઆરપીને વધારવા માટે દાસગુપ્તાને મોટી રકમ ચૂકવી હતી.

નોંધનીય છે કે BARC ટીવી ચેનલ્સની વ્યુઅરશિપનું ધ્યાન રાખે છે. ટીઆરપી અથવા તો ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ દેખાડે છે કે દર્શકો કઇ ચેનલ કે કાર્યક્રમ સૌથી વધારે જોવે છે. વધારે ટીઆરપીનો મતલબ વધારે દર્શક થાય છે. જેના કારણે તે ચેનલ જાહેરખબર આપનારાઓ માટે પ્રથમ પસંદગી બને છે.

(સંકેત)