Site icon Revoi.in

ટ્વિટરે નવા IT નિયમો પર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Social Share

નવી દિલ્હી: ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે નવા આઇટી નિયમોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે માઇક્રોબ્લોગિંગ સાઇટ્ ટ્વિટરે એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે તે ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખશે.

ટ્વિટરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ટ્વિટર ભારતના લોકો માટે પ્રતિબદ્વ છે. અમારી સેવા સાર્વજનિક વાતચીત માટે મહત્વપૂર્ણ સાબિત થઇ છે અને મહામારી દરમિયાન લોકોનો સપોર્ટ કર્યો છે. અમે અમારી સેવા ચાલુ રાખવા માટે ભારતમાં લાગૂ કાયદાનું પાલન કરવાનો પ્રયાસ કરીશું.

ટ્વિટરે વધુમાં ઉમેર્યું કે ‘જે રીતે અમે દુનિયાભરમાં કરીએ છીએ, તેમ અમે પારદર્શકતાના સિદ્ધાંતો, સેવામાં દરેક અવાજને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા, કાયદા હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાની રક્ષા માટે કડકાઈથી નિયમોનું પાલન કરીશું.’

ટ્વિટરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમે ભારતમાં અમારા કર્મચારીઓના મામલે અને યૂઝર્સની અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સંભવિત જોખમને લઇને ચિંતિત છીએ. અમે ભારત અને દુનિયાભરના નાગરિકો માટે નવા નિયમો પર કામ કરી રહ્યા છીએ.

ટ્વિટરે વધુમાં કહ્યું કે ‘અમે ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખીશું અને માનીએ છીએ કે સહયોગાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો મહત્વપૂર્ણ છે.