Site icon Revoi.in

કોરોનાના નવા વેરિએન્ટથી ફરી ચિંતા વધી, આ મ્યુટેશન્સ વેક્સિનની અસરને પણ ઘટાડે છે

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે હવે બીજી તરફ કોરોનાના નવા બે વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને WHOએ ગ્રીક આલ્ફાબેટના આધારે મ્યૂ નામ આપ્યું છે. આ સાથે જ વેરિએન્ટને વેરિએન્ટ ઑફ ઇન્ટરેસ્ટની યાદીમાં સામેલ કરી દીધો છે. WHOએ એવું પણ કહ્યું હતું કે, વેરિએન્ટમાં એવા મ્યુટેશન્સ છે જે વેક્સિનની અસરને ઘટાડે છે.

મ્યૂ વેરિએન્ટ ઇમ્યુન એસ્કેપની આશંકા જણાવા છે. ઇમ્યુન એસ્કેપનો અર્થ છે કે આ વેરિએન્ટ તમારા શરીરમાં વાયરસ વિરુદ્વ બનેલી ઇમ્યુનિટીની થાપ આપી શકે છે. તે ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં એક વેરિએન્ટ મળ્યો છે. તેને હાલ WHOએ નામ આપ્યું નથી પણ આ ઇમ્યુનિટીને થાપ આપવાની ક્ષમતા ધરાવે છે.

જો કે નવા વેરિએન્ટના ફફડાટ વચ્ચે રાહતની વાત એ છે કે દેશમાં અત્યારસુધીમાં મ્યૂ અને C.1.2 વેરિએન્ટના એકપણ કેસ મળ્યા નથી. C.1.2 વેરિએન્ટ કઇ હદ સુધી એન્ટીબોડીને થાપ આપી શકે છે, તેના પર WHOએ કહ્યું કે, આ બીટા વેરિએન્ટ જેવો જ છે. જે દક્ષિણ આફ્રિકામાં ડિસેમ્બર 2020માં મળ્યો હતો.

દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કમ્યુનિકેબલ ડિસિઝના રિસર્ચર્સનું કહેવું છે કે C.1.2માં કેટલાક મ્યુટેશન્સ બીટા અને ડેલ્ટા વેરિએન્ટ જેવા જ છે. તેની સાથે સાથે અન્ય અનેક મ્યુટેશન્સ પણ થયા છે.