- યૂનેસ્કોની વિશ્વ ધરોહરની સૂચિ જાહેર
- તેમાં ભારતના બે સ્થળનો સમાવેશ કરાયો
- આ સૂચિમાં ભારતના નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ – ભમ્હેટાઘાટ અને સતપૂડા ટાઇગર રિઝર્વ સામેલ
નવી દિલ્હી: યૂનેસ્કોએ વિશ્વ ધરોહરની સૂચિ જારી કરી છે. અહીંયા ગૌરવપૂર્ણ બાબત એ છે કે આ સૂચિમાં ભારતના બે સ્થળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિમાં ભારતના નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ – ભમ્હેટાઘાટ અને સતપૂડા ટાઇગર રિઝર્વ સામેલ છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની સંસ્થા, ASIએ યૂનેસ્કો વિશ્વ ધરોહરની સૂચિમાં 9 સ્થળોને સામેલ કર્યા છે. જેમાંથી 6 સ્થળો પણ સંભવિત સૂચિમાં સામેલ કરાશે. જ્યારે બે સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિશ્વ ધરોહરની સૂચિમાં મધ્યપ્રદેશના 2 સ્થળો ઉપરાંત મહારાષ્ટ્રના મરાઠા સૈન્ય વાસ્તુકલા, વારાણસીના ગંગાઘાટ રિવરફ્રંટ, હાયલ બેંકલ, મેગાલિથિક સાઇટ તેમજ કાંચીપૂરમના મંદિરનો સમાવેશ કરાયો છે.
યૂનેસ્કોની યાદી સંદર્ભે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટનમંત્રી પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે, 6 સ્થળોને યૂનેસ્કોની યાદીમાં સમાવેશ કરાયો છે. સાથે જ મધ્યપ્રદેશના 2 સ્થળો પણ તેમાં સામેલ છે. જે ગૌરવની વાત છે.
યૂનેસ્કોની સંભવિત સૂચિમાં સામેલ સ્થળોની યાદી
ભેડાઘાટ – ભમ્હેટાઘાટ (મધ્યપ્રદેશ)
સતપૂડા ટાઇગર રિઝર્વ (મધ્યપ્રદેશ)
ટેલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી (અરુણાચલ પ્રદેશ)
જિયોગ્લાઇફ (કોંકણ)
કાંચીપુરમના મંદિરો (તામિલનાડુ)
બેનકલ મેગાલિથિક સાઇટ (કર્ણાટક)
મુબારક મંડી (જમ્મૂ-કાશ્મીર)