Site icon Revoi.in

ચમૌલીમાં પૂર પાછળ ગ્લેશિયર નહીં પરંતુ આ હતું કારણ, વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં નવો દાવો કર્યો

Social Share

નવી દિલ્હી: ગત મહિને ઉત્તરાખંડના ચમૌલીમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી અને તેમાં 71 લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડના ચમૌલીમાં આવેલા પૂર અંગે વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં નવા દાવા કરતા તેનું મુખ્ય કારણ દર્શાવ્યું છે.

આ દુર્ઘટના પાછળના કારણને લઇને વૈજ્ઞાનિકોએ નવા દાવા કર્યા છે. ઋષિગંગા, ધૌલીગંગા અને અલકનંદા નદીઓમા અચાનક આવેલા પૂરનું મુખ્ય કારણ મોટા પથ્થરોનું સરકવું છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના નિષ્ણાતો અનુસાર, રોંતી પર્વતની ચોટીથી ઠીક નીચે પથ્થર સરકી ગયા જેને કારણે બરફ પીગળવાનો શરૂ થઇ ગયો. વિજ્ઞાનની ભાષામાં તેને રોકસ્લાઇડ કહેવામાં આવે છે.

તે ઉપરાંત પથ્થર આકારમાં મોટા અને ઉંચાઇ પર હોવાને કારણે તેમાં વધારે પ્રમાણમાં ઉર્જા પેદા થઇ.

આ પુરને લઇને નવા તથ્યો શુક્રવારે જારી કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અનુસાર લગભગ 22 મિલિયન ક્યૂબિક મીટર ભારે પથ્થર ગ્લેશિયર પર પડી ગયો. આના ચાલતા અચાનક પાણીનો ભારે પ્રવાહ આગળની તરફ વધ્યો. ICIMODના રિસર્ચ અનુસાર આ પથ્થરની પહોંળાઇ લગભગ 550 મીટર હતી. જે એક સમુદ્રની સપાટીના લગભગ 5500 મીટર ઉપર હતો.

ICIMOD વિશે વાત કરે તો તેમાં ભારત, નેપાળ અને ચીન સહિત 8 સભ્ય દેશો છે. આનાથી પહેલા વૈજ્ઞાનિકોની 2 ટીમ જોશીમઠ તપોવન ગઇ હતી. પ્રૌદ્યોગિકી વિભાગના તત્વાવધાનમાં દહેરાદૂનની વાડીયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલય જિયોલોજી, વિસ્તારમાં હિમનંદો તેમજ ભૂકંપીય ગતિવિધિઓ સહિત હિમાલયના વિભિન્ન પાસાઓનું અધ્યયન કરે છે.

(સંકેત)