દેશમાં ડિસેમ્બર સુધીમાં તમામ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ જશે – કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વેક્સિનેશનના નિવેદન પર સરકારનો પલટવાર
- દેશમાં ડિસેમ્બર સુધીમાં તમામ લોકોનું રસીકરણ થઇ જશે – પ્રકાશ જાવડેકર
- ડિસેમ્બર સુધીમાં 216 કરોડ ડોઝ રસી મળી જશે
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રસીકરણને લઇને સરકારને નિશાન બનાવી હતી અને બહુ ઓછી ટકાવારીમાં લોકોને રસી અપાઇ છે તેવા શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીના નિવેદન બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ડિસેમ્બર મહિના સુધીમાં દેશમાં કોરોના રસીકરણ પૂર્ણ થઇ જશે. આરોગ્ય વિભાગે ગત સપ્તાહે રસી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આરોગ્ય વિભાગ અનુસાર ડિસેમ્બર સુધીમાં 216 કરોડ ડોઝ રસી મળી જશે. એટલે કે, 108 કરોડ લોકોના રસીકરણ માટે સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ રજૂ કરવામાં આવ્યું હતું. વિભાગે કોવિશિલ્ડ, કોવેક્સિન, નોવાવાક્સિન અને સ્પુતનિક-5 રસીના નામનો ઉલ્લેખ કર્યો હતો.
અગાઉ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં અને ઘણા લોકોએ સરકારને કોરોનાની બીજ લહેરથી અવગત કરી હતી. ઘણી વખત મે સરકારને સલાહ આપી છે કે, પરંતુ સરકારે અમારી મજાક ઉડાવી છે.
રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા કે, સરકાર સમજી શકતી નથી કે, તે કોની સાથે સ્પર્ધા કરે છે. આ કોરોના વાયરસના પરિવર્તનનું જોખમ સમજવું આવશ્યક છે. તમે આખા ગ્રહને જોખમમાં મૂકી રહ્યા છો. કેમ કે તમે 97 ટકા વસ્તીને વાયરસનો હુમલો કરવા દઇ રહ્યાં છો અને બહુ ઓછી ટકાવારીમાં વેક્સિનેશન થયું છે.
કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, જે લોકો પાસે ખોરાક નથી, જે નબળા છે તેમને કોરોના હોઈ શકે છે. કોરોના તે લોકો પર હુમલો કરે છે જેને ઘણા રોગો છે. કોરોનાને રોકવા માટેના સૌથી મોટા શસ્ત્રોમાંનું એક રસી છે.