Site icon Revoi.in

કોરોના સામેની જંગ: 100 કરોડ વેક્સિનેશનથી નજીક ભારત, આ સપ્તાહે ઇતિહાસ રચાશે

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેના જંગમાં ભારત હવે વધુ એક ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારત વેક્સિનેશનને મામલે ટૂંક સમયમાં મહા સિદ્વિ હાંસલ કરશે. આગામી 5 કે 6 દિવસમાં દેશમાં કોરોના વેક્સિન લેનારાની સંખ્યા 100 કરોડનાં આંકડાને પાર પહોંચી ગઇ છે. શનિવારે સાંજ સુધીમાં દેશમાં 97.62 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

વેક્સિનેશનના ત્રીજા તબક્કા દરમિયાન કુલ 39,25,87,450 લોકોને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 11,01,73,456 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં કુલ 69,45,87,576 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 28,17,04,770ને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

દેશમાં રસીકરણને લઇને લોકોમાં જાગરૂકતા ફેલાય તે અર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એક કોવિડ ગીત જાહેર કરતા કહ્યું હતું કે, આગામી સપ્તાહે અમે 100 કરોડ ડોઝનો આંક પાર કરી લઇશું. કોઇપણ વેક્સિનને વિકસિત કરવામાં પાંચથી દસ વર્ષનો સમય લાગે છે ત્યારે ભારતે ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેનું નિર્માણ કરીને તેને દરેક વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડવામાં સફળ રહ્યું છે.

નોંધનીય છે કે, દેશમાં 100 કરોડના વેક્સિનેશનની સિદ્વિની નજીક પહોંચતા પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને હરદીપ સિંહ પુરીએ સંયુક્ત રૂપથી ભારતને ટીકાકરણ અભિયાન પર એક વીડિયો ગીત જાહેર કર્યું છે. કૈલાશ ખેરે આ ગીત ગાયું છે.