1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોશિયલ મીડિયા પર હજુ જીવે છે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે, પોલીસે એફબીને મોકલ્યો મેઇલ
સોશિયલ મીડિયા પર હજુ જીવે છે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે, પોલીસે એફબીને મોકલ્યો મેઇલ

સોશિયલ મીડિયા પર હજુ જીવે છે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે, પોલીસે એફબીને મોકલ્યો મેઇલ

0
Social Share
  • હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના એન્કાઉન્ટર છતાં યુવાનોમાં તેનો ક્રેઝ
  • ફેસબૂક પર વિકાસ દુબેના નામે અનેક પેજ જોવા મળ્યા
  • કાનપુર સાયબર સેલે ફેસબૂક હેડક્વાર્ટર મેઇલ કરીને પેજ ઓપરેટ કરનારની વિગતો મંગાવી
  • વિગતો મળ્યા બાદ પોલીસ આ પેજ બનાવનાર વિરુદ્વ કડક કાર્યવાહી કરવામાં આવશે

કાનપુર: હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનું એન્કાઉન્ટર થઇ ચૂક્યું છે તેમ છત્તાં યુવાનોમાં તેના નામનો ક્રેઝ વધી રહ્યો છે. આજના યુવાનો ગુનેગારને પસંદ કરી રહ્યા છે. તેઓ ફેસબૂક પર તેના નામનું એક પેજ બનાવી તેને રોલ મૉડલ કહી રહ્યા છે ત્યારે કાનપુર સાયબર સેલે ફેસબૂક હેડક્વાર્ટરને એક ઇમેઇલ મોકલીને ફેસબૂક પર આ પેજ ઓપરેટ કરનારાઓની ડિટેલ માંગી છે. પોલીસ આવા લોકોની ઓળખ કર્યા બાદ તેઓ વિરુદ્વ કડક કાર્યવાહી કરશે.

કુખ્યાત વિકાસ દુબેએ આ વર્ષે 2 જુલાઇની રાત્રે તેના સાગરીતો સાથે મળીને 8 પોલીસ જવાનોની હત્યા કરી હતી. શહીદ સી.ઓ.દેવેન્દ્ર મિશ્રા પોલીસ ટીમ સાથે વિકાસ દુબેને પકડવા બિકરૂ ગામે ગયા હતા. વિકાસ દુબેને પહેલાથી જાણ થઇ જતાં તેને પોલીસની ટીમને પહેલાથી પ્લાન બનાવીને ઘેરી લીધા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટના પછી યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને પોલીસે સંયુક્તપણે મળીને વિકાસ દુબે અને તેના છ સાગરીતોનું એન્કાઉન્ટર કર્યું હતું.

આપને જણાવી દઇએ કે વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ યુવાનોમાં તેની લોકપ્રિયતા ખૂબ જ વધી છે. કાનપુરમાં પંડિત વિકાસ દુબે ફેન્સ ક્લબ અને વિકાસ દુબે કાનપુર વાલા જેવા વિકાસ દુબેના નામથી ફેસબૂક પર ઘણા પેજ બનાવવામાં આવ્યા છે. આ ફેસબૂક પેજ પર હજારો યુવાનો જોડાયેલા છે. વિકાસ દુબેના નામથી જોડાયેલી પોસ્ટ્સ પર મોટી સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ્સ આવે છે. ઉપરાંત, આ લોકો આ પોસ્ટ્સ શેર પણ કરે છે.

આ અંગે એસપી રૂરલ બ્રિજેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર કોઇપણ ગુનેગારનું મહિમા સહન નહીં થાય. વિકાસ દુબેને લઇને ફેસબૂક પર ઘણા પેજ બનાવવામાં આવ્યા છે. આને કડક બનાવવા માટે સાયબર સેલ વતી ફેસબૂકને મેઇલ કરીને વિગતો માંગવામાં આવી છે. એકવાર વિગતો મળ્યા બાદ આ લોકો વિરુદ્વ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code