Site icon Revoi.in

ચંદ્રયાન-2ને મળી સફળતા: ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અને હાઇડ્રોક્સિલ મળ્યા

Social Share

નવી દિલ્હી: ઇસરોના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મોટી સફળતા સાંપડી છે. હાલમાં ચંદ્રયાન-2 તેના ઓર્બિરટરની મદદથી ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. ચંદ્રમાં હાઇડ્રોક્સિલ અને પાણીમાં મોલેક્યૂલ વિશેની જાણકારી પ્રાપ્ત થઇ છે.

ચંદ્રયાન-2 મિશનનો રોવર ભાગ ત્યારે જ પૂર્ણ થઇ ગયો જ્યારે તે સપાટી પર પહોંચતા જ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેમાં રોવર અને લેન્ડર દુર્ઘટનામાં બચ્યા ન હતાં. ઓર્બિટર હજુ સુધી ચંદ્રની ઉપર ફરી રહ્યું છે, જેની મદદથી નવી શોધ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, ઇસરા આગામી વર્ષે થનાર બીજા મિશનના ઉત્તારાધિકારી ચંદ્રયાન-3ને લોન્ચ કરવા માટે તૈયાર છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્ર પર હાઇડ્રોક્સિલ અને પણીનું નિર્માણ અંતરિક્ષના અપક્ષયને કારણે થાય છે. તે ચંદ્રની સપાટીની સાથે સૌર હવાઓની વાતચીતની પ્રક્રિયા છે. આ પ્રભાવની ઘટનાઓ સાથે સંયુક્ત રૂપથી રાસાયણિક પરિવર્તનોની તરફ લઇ જાય છે, જે આગળ જઇને પ્રતિક્રિયાશીલ હાઇડ્રોક્સિકલ મોલેક્યૂલના નિર્માણને ટ્રીગર કરે છે.

નોંધનીય છે કે, આઈઆઈઆરએસથી પ્રારંભિક ડેટા વિશ્લેષણ સ્પષ્ટ રૂપથી વ્યાપક ચંદ્ર જલયોજનાની ઉપસ્થિતી અને 29 ડિગ્રી ઉત્તર અને 62 ડિગ્રી ઉત્તરી અક્ષાંશની વચ્ચે ચંદ્ર પર ઓએચ અને એચટૂઓની સ્પષ્ટ ઓળખને દર્શાવે છે.