Site icon Revoi.in

રસીકરણ અભિયાન: 12માં દિવસે 3 લાખ હેલ્થ વર્કર્સને અપાયા ડોઝ

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં છેલ્લા 12 દિવસથી વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશના 23 લાખ કરતા વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે, જેમાંથી 12માં દિવસે 3 લાખ હેલ્થકેર વર્કર્સને રસી આપવામાં આવી છે. બુધવારે જેમાંથી 79 ટકા રસી માત્ર 5 રાજ્યોમાં આપવામાં આવી છે. ભારતમાં ઝડપથી દેશના ખૂણે ખૂણે કોરોનાની રસી પહોંચાડવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જે પાંચ રાજ્યો છે જ્યાં સૌથી વધુ રસી 12માં દિવસે આપવામાં આવી છે તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ તેમજ કર્ણાટકનો સમાવેશ થાય છે.

આ રાજ્યોમાં એક દિવસમાં આપવામાં આવેલા રસીના ડોઝના આંકડા પર નજર કરીએ તો રાજસ્થાનમાં સૌથી વધારે 71,632 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જે પછી મધ્યપ્રદેશમાં 60,193 લોકોને રસી આપવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આપવામાં આવેલી રસીની ટકાવારી 44% થાય છે. બુધવારે કુલ 2,99,299 હેલ્થકેર વર્કર્સને રસી આપવામાં આવી છે. જ્યારે કર્ણાટકામાં 33,124 લોકોને રસી આપવામાં આવી છે જે દેશના એક દિવસના કુલ ડોઝની સામે 11% થાય છે.

કોરોનાની રસી લીધા પછી 123 લોકોને આડઅસર થઇ હોવાનું નોંધાયું છે.

નોંધનીય છે કે અત્યારસુધીમાં કુલ 9 લોકોના મોત નોંધાયા છે. જો કે, એકપણ મૃત્યુ કોરોનાની રસીના કારણે નથી થયા.

(સંકેત)