Site icon Revoi.in

બાબા રામદેવની મુશ્કેલી વધી, IMA હવે બાબા રામદેવ વિરુદ્વ 105 કેસ દાખલ કરશે

Social Share

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. હવે IMAના એકલા બિહાર યુનિટ દ્વારા તેમના વિરુદ્વ 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહાર શાખાએ 38 જીલ્લાઓમાં સ્થિત પોતાના 105 એકમોને યોગગુરુ બાબા રામદેવ વિરુદ્વ અલગ અલગ કેસ કરવાનો આદેશ આપ્યો છે.

આ અંગે વાત કરતા IMA બિહારના સચિવ ડૉ. સુનિલ કુમારે કહ્યું હતુ કે, રાજ્ય થોડા દિવસની અંદર મામલો દાખલ કરશે અને અન્ય દરેક એકમોને પણ તેને લગતા નિર્દેશ આપશે. પટણામાં IMAની 13 શાખાઓ છે. કાર્યવાહ અધ્યક્ષ ડૉ. અજય કુમારની અધ્યક્ષતામાં IMAના એક કોલ બાદ અલગ અલગ કેસ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં IMAના અધ્યક્ષ ડૉ. સહજાનંદ પ્રસાદ સિંહ પણ હાજર હતા.

IMAની રાષ્ટ્રીય સંસ્થાએ નવી દિલ્હીએ એક સરકારી લેબમાં કોરોનિલની રાસાયણિક તપાસ શરૂ કરાવી દીધી છે. બાબા રામદેવ દ્વારા આ દવાને રોગપ્રતિકારક શક્તિ વધારનાર તેમજ બેક્ટરિયાથી બચાવનાર દવા તરીકે પ્રમોટ કરાઇ છે.

IMA અધ્યક્ષ ડૉ. સહજાનંદ અનુસાર કોરોના મહામારી વિશ્વના ચિકિત્સા પ્રણાલી માટે પડકારજનક છે. દરેક દેશોમાં સામાન્ય ઉપાયો, દવાઓ અને સારવાર સાથે તેની સામે લડત આપવામાં આવી. આમાં ભારતે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને વેક્સિનને વધુ કાર્યક્ષમ બનાવવી અને વેક્સિનેશનને વધુ વેગવાન બનાવવાનું કામ કર્યું.

તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે, બાબા રામદેવે એલોપેથી સારવાર સામે આપત્તિજનક ટિપ્પણી કરી. અતિ સંક્રમિત દર્દીઓને ઑક્સિજન આપવા તેમજ અહીં સુધી કે લોકોની રક્ષા કાજે લગાવવામાં આવતી વેક્સિન વિરુદ્વ પણ આપત્તિજનક ટિપ્પણી આ સમયમાં કરવામાં આવી.