Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ: ભ્રષ્ટાચાર વિરુદ્વ ઝીરો ટોરલન્સ નીતિ, 2 વર્ષમાં 2100 અધિકારીઓ વિરુદ્વ કાર્યવાહી

Social Share

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને અપરાધ વિરુદ્વ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશમાં 2100 કરતા વધારે અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી અનેક દોષિતોને જેલ પણ મોકલાયા છે.

આપને જણાવી દઇએ કે, 1 એપ્રિલ 2017થી અત્યારસુધીમાં આશરે 94 પીસીએસ અધિકારીઓ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે, પોલીસ વિભાગે પણ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલે કાર્યવાહી કરી છે. ગત 2 વર્ષમાં 480 દોષિત પોલીસકર્મીઓ વિરુદ્વ કાર્યવાહી કરાઇ છે. જેમાં 45 મામલે કેસ ચાલ્યા તેમજ 3 મામલે પોલીસકર્મીઓને બરતરફ કરવામાં આવ્યા.

આ સિવાય 68 પોલીસકર્મીઓને સજા કરવામાં આવી. વર્ષ 2019માં રંગેહાથ લાંચ લેતા ઝડપાયેલા 26.47 ટકા અને નાની ટ્રેપ પર 25 ટકા ઓફિસર્સ અને કર્મચારીઓને સજા આપવામાં આવી.

બીજી તરફ પીડિતોની સાથે થતા ખરાબ વ્યવહારોને લઇને પણ કાર્યવાહી કરાઇ છે. ખરાબ વ્યવહાર કરતા અનેક પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં 429 પોલીસકર્મીઓ વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. શાસન તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપી પોલીસકર્મીઓ પર 14 કેસ નોંધવામાં આવ્યા છે અને 2 પોલીસકર્મીઓને બરતરફ પણ કરવામાં આવ્યા છે.

(સંકેત)