Site icon Revoi.in

ભાગેડૂ નિરવ મોદીની વધુ 500 કરોડની સંપત્તિ બેંકને સોંપવા કોર્ટનો આદેશ

Social Share

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકને ચૂનો લગાડનાર ભાગેડૂ આર્થિક અપરાધી નિરવ મોદીની વધુ સંપત્તિ જપ્ત થશે. મુંબઇની એક વિશેષ કોર્ટે ભાગેડૂ નિરવ મોદીની કંપનીઓની 500 કરોડ રૂપિયાની સંપત્તિને પંજાબ નેશનલ બેંકને સોપી દેવા અનુમતી આપી દીધી છે. બે સપ્તાહમાં ત્રીજો એવો આદેશ છે કે જેમાં નિરવ મોદીની કંપનીઓની સંપત્તિને બેંકને સોપવામાં આવી રહી છે. આ બધી સંપત્તિઓનું કુલ મૂલ્ય 1000 કરોડ રૂપિયા છે.

આપને જણાવી દઇએ કે નિરવ મોદીને ડિસેમ્બર 2019માં ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. નિરવ અને તેના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીથી 14000 કરોડ રૂપિયાનું કૌંભાડ આચરવાનો આરોપ છે.

આ પહેલા કોર્ટે પીએનબી દ્વારા આ વર્ષે જુલાઇમાં 108.3 કરોડ રૂપિયાની ફાયરસ્ટાર ઇંટરનેશનલ (એફઆઇએલ) અને 331.6 કરોડ રૂપિયાની પાયરસ્ટાર ડાયમંડ ઇંટરનેશનલ પ્રાઇવેટ લિ.ની સંપત્તિઓને જારી કરવાની માગ કરતી અરજીઓને અનુમતિ આપી દીધી હતી.

નોંધનીય છે કે, પીએનબીએ આ બે કંપનીઓને આપવામાં આવેલા લોનના બદલામાં જે સંપત્તિ ગિરવી રાખવામાં આવી હતી તેને જારી કરવાની માંગ કરવામાં આવી હતી.