Site icon Revoi.in

ઉત્તર રેલવેએ ભંગારમાંથી 227 કરોડ રૂપિયાની કમાણી કરી, આ રીતે બનાવ્યો રેકોર્ડ

Social Share

નવી દિલ્હી: રેલવે પરિસરોમાં પડેલા ભંગારને વેચીને પણ રેલવે સારા પ્રમાણમાં આવક રળી રહ્યું છે. આ મામલે ઉત્તર રેલવે અન્ય ક્ષેત્રીય રેલવે કરતા આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તર રેલવેએ અત્યારસુધીમાં ભંગાર વેચીને 227.71 કરોડ રૂપિયા ભેગા કર્યા છે જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

ખાસ કરીને રેલવે લાઇનની નજીકના રેલવેના પાટાના ટૂકડા, સ્લીપરો, ટાઇબાર જેવો ભંગારને કારણે સુરક્ષા સંબંધી જોખમની સંભાવના રહે છે. જ્યારે પાણીની ટાંકીઓ, કેબોન, ક્વાર્ટરોના દૂરુપયોગની સંભાવના રહે છે. આ કારણે રેલવે નકામા પડેલા ભંગારને વેચીને કમાણી કરે છે. ઉત્તર રેલવે મોટી સંખ્યામાં જમા કરાયેલા સ્ક્રેપ પીએસસી સ્લીપરનો નિકાલ કરી રહ્યું છે જેથી રેલવે ભૂમિને અન્ય ગતિવિધિઓ અને આવક માટે ઉપયોગમાં લઇ શકાય.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ભંગાર વેચીને 146 ટકા વધારે આવક મેળવવામાં આવી છે. ગત વર્ષે આ સમયગાળામાં માત્ર 92.49 કરોડ રૂપિયાની આવક મળી હતી જ્યારે આ વર્ષે તે વધીને 227.71 કરોડ રૂપિયા થઈ ગઈ છે જે અન્ય ક્ષેત્રીય રેલવે કરતા વધારે છે.

રેલવે બોર્ડે આ વર્ષે ઉત્તર રેલવેને 370 કરોડ રૂપિયાના ભંગારના વેચાણનું લક્ષ્ય આપ્યું છે. હકીકતે રેલવે લાઈનની પાસે રેલવે પાટાના ટુકડા જેવા ભંગારના કારણે દુર્ઘટનાની આશંકા રહે છે. તેને ધ્યાનમાં રાખીને ભંગારને દૂર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે.