Site icon Revoi.in

50 વર્ષમાં ઘઉં અને ચોખામાંથી જરૂરી 2 પોષક તત્વોની માત્રા ઘટી: ICAR Research

Social Share

નવી દિલ્હી: વિશ્વના અનેકવિધ ભાગોમાં રહેતા લોકો મોટા ભાગે ઘઉં અને ચોખાની બનાવટ વધુ આરોગે છે જેનું કારણ તેમાં પૌષ્ટિક તત્વો સૌથી વધુ હોય છે. જો કે એક નવું ચોંકાવનારું સંશોધન બહાર પડ્યું છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે છેલ્લા 50 વર્ષમાં ભારતમાં ઉગાડવામાં આવતા ઘઉં અને ચોખાના પોષક મૂલ્યમાં ઘટાડો થયો છે.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને બિધાન ચંદ્ર કૃષિ વિશ્વ વિદ્યાલયના માર્ગદર્શન હેઠળ અનેક સંસ્થાઓના સંશોધન દ્વારા આ વિશે માહિતી મળી છે. સંશોધન અનુસાર ચોખા અને ઘઉંમાં ઝીંક અને આર્યનની કમી છે. આ બંને તત્વોની ઉણપ થાય તો તેના માટે ઝીંક અને આયર્ન ગોળીઓ પણ લેવી પડી શકે છે.

ચોખા માટે 1960 થી 2000 સુધીના દાયકાના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘઉં માટે વર્ષ 2010 સુધીના નમૂના લેવામાં આવ્યા હતા. સંશોધન બાદ પરિણામો દર્શાવે છે કે ઘઉં અને ચોખામાં ઝીંક અને આયર્નની માત્રામાં મોટો ઘટાડો થયો છે. 1960 ના દાયકામાં, એક કિલો ચોખા પર 27.1 મિલિગ્રામ ઝીંક અને 59.8 મિલિગ્રામ આયર્ન મળી આવ્યા હતા. 2000 ના દાયકામાં, આ બંને અનુક્રમે 20.6 મિલિગ્રામ અને 43.2 મિલિગ્રામ પર આવી ગયા છે.

1960 ના દાયકામાં, પ્રતિ કિલો ઘઉંમાં 33.3 મિલિગ્રામ ઝીંક અને 57.6 મિલિગ્રામ આયર્ન મળી આવ્યા હતા. પરંતુ 2010 માં તે ક્રમશ 23.5 મિલિગ્રામ અને 46.4 મિલિગ્રામ પર આવી ગયું છે. સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે 1900 ના દાયકાના અંતમાં જસત અને આયર્નને જમીનમાં ઉમેરવાથી ઘઉં અને ચોખાને કોઈ અસર થઈ નથી.