- દેશમાં પૂરપાટ ઝડપે ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન
- મૂળ વાયરસની તુલનામાં પ્રસારની ગતિ 318 ટકા
- મૂળ વાયરસથી 3 ગણી ઝડપે ફેલાય રહ્યો છે
નવી દિલ્હી: દેશમાં હવે ઓમિક્રોન વધુ પ્રબળ બની રહ્યો છે અને તેનો વ્યાપ સતત વધી રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ મૂળ વાયરસની તુલનાએ 3 ગણી ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ 2 ડિસેમ્બરના રોજ સામે આવ્યો હતો, પરંતુ માત્ર 19 દિવસની અંદર આ ઓમિક્રોન વેરિએન્ટના કેસની સંખ્યા 200ને પાર કરી ગઇ. તેનાથી વિપરીત મૂળ કોવિડ વાયરસથી સંક્રમણના 200 કેસ મળતા 60 દિવસનો સમય લાગ્યો હતો.
કોવિડ વાયરસથી સંક્રમિત થવાની સરેરાશ જોઇએ તો ઓમિક્રોનથી પ્રતિદિન સરેરાશ 10.5 લોકોને સંક્રમિત કર્યા ત્યાં શરૂઆતના બે મહિના દરમિયાન મૂળ વાયરસે પ્રતિદિન માત્ર 3.3 લોકોને સંક્રમિત કર્યા. દેશમાં કોવિડ સંક્રમણને પ્રથમ કેસ વર્ષ 2020માં 30 જાન્યુઆરીએ નોંધાયો હતો. ત્યારબાદ એક એપ્રિલ 2020ના રોજ કોવિડ સંક્રમિતોની સંખ્યા વધીને 200 થઇહતી.
આપને જણાવી દઇએ કે સાઉથ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો અને ત્યારબાદથી અત્યાર સુધી ઓમિક્રોને રફ્તાર પકડતા હવે તે 100 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ભારતમાં પણ તે તેજીથી પ્રસરી રહ્યો છે.
ભારતમાં ઓમિક્રોનના પ્રસાર વિશે વાત કરીએ તો, 16 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોને પગપેસારો કર્યો છે. અત્યાર સુધીમાં 263થી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે 106 જેટલા લોકો રિકવર પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 કેસ નોંધાયા છે અને દિલ્હી બીજા નંબરે છે. ગુજરાતમાં પણ 24 જેટલા કેસ નોંધાયા છે.