Site icon Revoi.in

નક્સલીઓનો બોલાવાશે ખાત્મો, સેના ઑપરેશન પ્રહાર-3 શરૂ કરશે

Social Share

નવી દિલ્હી: નક્સલીઓના ગઢ એવા છત્તીસગઢના બીજાપુરમાં જે રીતે નક્સલીઓએ સેના પર હુમલો કર્યો અને તેવામાં હવે નક્સલીઓ વિરુદ્વ એક મોટા અભિયાનનો તખ્તો તૈયાર થયો છે.

સૂત્રો અનુસાર, આ પ્લાનમાં નક્સલીઓના તે ટોપના કમાન્ડરના નામ સામેલ છે, જેમના આગામી દિવસોમાં ઠાર મારવામાં આવશે. ગઇકાલની સમીક્ષા બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહે કહી દીધું છે કે, નક્સલીઓ વિરુદ્વ ઓપરેશનમાં વધુ ઝડપ લવાશે. સાથે જ તેના માટે હ્યૂમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓ મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડરની યાદી બનાવીને તેમના વિરુદ્વ જલ્દીથી મોટું ઓપરેશન શરૂ કરશે. આ ઑપરેશન પ્રહાર-3 હેઠળ તેમના મોટા નક્સલીઓને નિશાન બનાવાશે, જે સીધા સાદા યુવાનોનું બ્રેઇનવોશ કરીને તેમને નક્સલી ગતિવિધિઓને અંજામ આપવા ઉકસાવે છે.

નક્સલીયોના ટૉપ કમાન્ડરની યાદી

1. હિડમા નક્સલી Military coy.6નો ટૉપ કમાન્ડર.
2. કમલેશ ઉર્ફ લછુ નક્સલી Military no 1નો કમાન્ડર.
3. સાકેત નુરેટી નક્સલી Platoon no.1નો કમાન્ડર.
4. લાલૂ ડંડામી PL No.1નો નક્સલી કમાન્ડર.
5. મંગેસ્ગ ગોન્ડ PL. No.2નો કમાન્ડર.
6. રામ જીPl. NO.2નો કમાન્ડર.
7. સુખલાલ નક્સલી Millitry Pl. No.17નો કમાન્ડર.
8. મલેશ, DVCM મિલિટ્રી PL.No.16નો કમાન્ડર.

સેનાએ નક્સલીઓના ટૉપ કમાન્ડરની યાદી બનાવી છે, જેમાં PLGA-1નો સૌથી મોટો કમાન્ડર હિડમા સામેલ છે, જે અંગે સેનાને હાલમાં જ ખબર પડી છે કે સુકમાના જંગલોમાં છુપાઈને સેનાને નિશાન બનાવી શકે છે.

(સંકેત)