Site icon Revoi.in

હવે તમે ઘરે બેઠા PAN CARDમાં અટક બદલી શકો છો, આ રીતે કરો ઑનલાઇન પ્રોસેસ

Social Share

નવી દિલ્હી: આજના સમયમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો માનવામાં આવે છે. આજે મોટા ભાગના દરેક કામકાજ માટે આધાર અને પાન હોવું અનિવાર્ય છે. મોટા ભાગના નાણાકીય વ્યવહારો પાન કાર્ડથી થાય છે. પાન કાર્ડ આવકવેરા ઓથોરિટીને તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં મદદ કરે છે. જે વ્યક્તિ અથવા કંપનીઓની કર જવાબદારીઓનું મૂલ્યાંકન કરવા માટે આવશ્યક છે. કાર્ડધારકો પાન કાર્ડમાં અટક અને સરનામું પણ બદલી શકે છે.

યૂઝર્સ લગ્ન પછી પણ પાન કાર્ડ પરનું છેલ્લું નામ અને સરનામું પણ બદલી શકે છે. બેંક અથવા અન્ય કોઇપણ નાણાકીય વ્યવહાર, તમારો PAN નંબર આપવો ફરજીયાત છે.

અહીં અમે આપને પાન કાર્ડમાં અટક બદલાવવાની સંપૂર્ણ રીત વિશે જણાવીશું

સૌ પ્રથમ તમારે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની વેબસાઇટ https://nsdl.co.in/ પર જવાનું રહેશે

હવે તેમાં Correction in Existing PAN વિકલ્પ પસંદ કરો

Category Type વિકલ્પ પસંદ કરો

દસ્વાતેજોના સાચા નામ અને સાચી જોડણી સાથે જોડો

સરનામું અથવા અટક બદલવા માટે, કાર્ડધારકોએ 110 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે

હવે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો/NSDL સરનામે આવકવેરા PAN સેવાઓ UNITને અરજી મોકલો

અપડેટેડ પાન કાર્ડ અરજીની તારીખથી 45 દિવસની અંદર રજિસ્ટર્ડ સરનામે મોકલવામાં આવશે

બીજી તરફ, તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે 31 માર્ચ, 2022 સુધી લિંક કરાવી શકો છો. 31 માર્ચની સમય મર્યાદા સુધીમાં આમ કરવામાં નિષ્ફળતા તેમના પાન કાર્ડને અમાન્ય બનાવશે એટલું જ નહીં જે લોકો પાન કાર્ડ અને આધારને લિંક નહીં કરાવે તેમને 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.