- પેગાસસ જાસૂસી મામલે આજે કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં કરશે પ્રેસ કોન્ફરન્સ
- પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે
- BJPએ પણ પલટવાર માટે બનાવી રણનીતિ
નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા પેગાસસ પ્રોજેક્ટ અંગે થયેલા દાવા બાદ આજે કોંગ્રેસ જાસૂસી મામલે કેન્દ્ર સરકારને પૂરી રીતે ઘેરવાના મૂડમાં છે. આજે પાર્ટી તમામ રાજ્યોમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે. આ અંગે કોંગ્રસના સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે અને સમાન વિચારધારા ધરાવતા લોકોમાં તેની ચર્ચા કરવી પડશે. જનતાને સરકારની સત્યતા જાણવી જોઇએ. પેગાસસ જાસૂસી કેસમાં જ્યાં કોંગ્રેસ સરકારેન ઘેરવા માંગે છે ત્યારે બીજી તરફ ભાજપે પણ પલટવાર કરવા રણનીતિ બનાવી છે.
ભાજપે કહ્યું હતું કે, ભાજપના મુખ્ય પ્રધાનો અને રાજ્યોમાં વિપક્ષી નેતા તેમના સંબંધિત રાજ્યોમાં પેગાસસ પર પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેને દેશને બદનામ કરવાનું કાવતરું ગણાશે. કોંગ્રેસ કહે છે કે, પાર્ટી પેગાસસ પ્રોજેક્ટ મીડિયા રિપોર્ટ પર દેશના દરેક રાજ્યમાં પ્રેસ કોન્ફરન્સ કરશે, જ્યારે પક્ષના તમામ રાજ્ય એકમો વિરોધ પ્રદર્શન કરશે.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે, જો આ જુઠ્ઠુ છે તો માનહાનિનો કેસ દાખલ કરો. જાસૂસી અને ધમકાવવું એ આ સરકારનું કામ છે.
કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે, આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે. પેગાસસ જાસૂસીનો મામલો ગૃહમાં ઉઠાવવામાં આવશે. પેગાસસ મુદ્દા પર વિપક્ષની નજીક ચોમાસુ સત્રની શરૂઆત પહેલા જ, ઘણા સભ્યોએ પેગાસસ સ્પાયવેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ સંદર્ભમાં વેપારી સૂચનાઓને સ્થગિત કરી હતી.
મહત્વનું છે કે, ચોમાસું સત્રના બીજા દિવસે વિરોધી પક્ષોના હોબાળોને કારણે ગૃહને વારંવાર સ્થગિત કરવું પડ્યું. આ પછી, લોકસભા અને ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી 22 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી હતી.