Site icon Revoi.in

કોરોના વેક્સિનેશનમાં 32,000 કરોડના કૌંભાડનો દાવો, સુપ્રીમ કોર્ટમાં નોંધાઇ અરજી

Social Share

નવી દિલ્હી: દેશમાં જોવા મળી રહેલા કોરોનાના સંકટકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં કોવિડ સાથે સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઇ રહી છે. આના અનુસંધાને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરાઇ છે. આ અરજીમાં દાવો કરાયો છે કે, વેક્સિનેશન અભિયાનમાં 32,000 કરોડ રૂપિયાનું કૌંભાડ થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વકીલ દીપક આનંદ મસીહે આ અરજી દાખલ કરી છે. અરજીમાં કોરોનાનો સામનો કરવા માટેની કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજીકર્તા અનુસાર પશ્વિમી દેશોમાં કોરોના વેક્સિન તૈયાર કરી દેવામાં આવી પરંતુ તેની પડતર અને કિંમત 150-200 રૂપિયાથી વધુ નથી.

જ્યારે દેશમાં તે જ વેક્સિન સામાન્ય લોકોને 600 રૂપિયા સુધીમાં મળી રહી છે. હવે જ્યારે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપવાની છે તો તેની કિંમત પણ વધી ગઈ છે. એક અંદાજ પ્રમાણે હજુ 80 કરોડ લોકોને વેક્સિન ડોઝ લેવાનો છે. આ સંજોગોમાં વેક્સિનની કિંમતનો હિસાબ લગાવવામાં આવે તો 32,000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવે છે.

અરજીકર્તાએ એવી પણ ફરિયાદ કરી છે કે પીએમ મોદીએ દેશમાં નેશનલ સાયન્ટિફીક ફોર્સ તો બનાવી દીધી પરંતુ ફેબ્રુઆરી-માર્ચમાં તેની એક પણ બેઠક થઇ નથી કારણ કે તે દરમાન કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલુ હતી.

(સંકેત)