Site icon Revoi.in

આ રાજ્યમાં 26 જાન્યુઆરીથી 25 રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે, CMનું મોટું એલાન

Social Share

નવી દિલ્હી: એક તરફ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના આસમાનને આંબેલા ભાવથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે બીજી તરફ ઝારખંડના લોકો માટે સારા સમાચાર છે. ઝારખંડના બીપીએલ કાર્ડધારકો માટે રાહતના સમાચાર છે. ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને જાહેરાત કરી છે કે, બીપીએલ કાર્ડધારકોને 25 રૂપિયા સસ્તું પેટ્રોલ આપવામાં આવશે.

પેટ્રોલના ભાવમાં રાહતનું એલાન કરતા ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને કહ્યું કે, 26 જાન્યુઆરીથી BPL કાર્ડધારકોને 26 રૂપિયા સસ્તું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે. લોકો બીપીએલ કાર્ડ બતાવીને તેનો લાભ લઇ શકે છે. જો કે આ યોજના ફક્ત બીપીએલ કાર્ડધારકો માટે જ હોવાથી અન્ય લોકોએ તો જૂના ભાવે જ પેટ્રોલ-ડીઝલ પૂરાવવાનું રહેશે.

બીજી તરફ ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દરોમાં ઘટાડો કરવાની સતત માંગકરી રહ્યું હતું. એસોસિએશન સરકારને પેટ્રોલ પરના વેટમાં 5 ટકાનો ઘટાડો કરવાની માંગ કરી રહ્યું હતું. તેમનું કહેવું છે કે, જો સરકાર વેટ રેટ 22 ટકાથી ઘટાડીને 17 ટકા કરશે તો લોકોને મોટી રાહત મળશે.