Site icon Revoi.in

હવે ટાંકી ફૂલ કરાવવાના દિવસો નજીક..પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે અને ઑઇલ કંપનીઓએ માર્ચ મહિનામાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં મામૂલી ઘટાડો કર્યો હતો પરંતુ આ કાપ એટલો નહોતો કે જેથી લોકોને રાહત મળે. પરંતુ હવે આગામી સમયમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ધરખમ ઘટાડો થાય તેવી આશા જાગી છે. હકીકતમાં, ઑઇલ નિકાસકાર દેશોના સંગઠન (OPEC) અને સહયોગી દેશ ઑઇલ ઉત્પાદન ધીરે ધીરે વધારવા પર સહમત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઑઇલ ઉત્પાદક દેશોનું કહેવું છે કે, તેમણે નિર્ણય લીધો છે કે મે મહિનાથી જુલાઇ દરમિયાન પ્રતિ દિન 20 લાખ બેરલ ઉત્પાદન વધારવામાં આવશે, OPECનું કહેવું છે કે કોરોના મહામારીથી બહાર આવતા વૈશ્વિક અર્થતંત્રને જોતા આ પગલું લઇ રહ્યા છીએ. ઓપેક દેશોએ ઉત્પાદનમાં કાપ કર્યો હતો, જેના કારણે ક્રૂડ ઑઇલના ભાવમાં તેજી જોવા મળી હતી.

OPEC મેમાં 3.5 લાખ બેરલ પ્રતિ દિન, 3.5 લાખ બેરલ પ્રતિદિન જૂનમાં અને 4 લાખ બેરલ જુલાઈમાં ક્રુડ ઓઈલનું ઉત્પાદન કરશે. આ બધા વચ્ચે સાઉદી અરબે કહ્યું કે તે પોતે 10 લાખ બેરલ પ્રતિદિન વધારાનું ઉત્પાદન ચાલુ કરશે.

ક્રૂડ ઑઇલના ઉત્પાદનમાં વધારો થવાથી બીજી તરફ ક્રૂડ ઑઇલની કિંમતોમાં ઘટાડો થશે જેની સીધી અસર પેટ્રોલ અને ડિઝલના ભાવ પર પણ જોવા મળી શકે છે. ભારત ક્રૂડ ઑઇલ મામલે મોટા ભાગે અન્ય દેશોથી આયાત પર આધાર રાખે છે. ભારત પોતાની જરૂરિયાતોનો 80 ટકા જથ્થો આયાત કરે છે.

ગત મહિને માર્ચ મહિના બાદથી જ્યારે દુનિયામાં કોરોના મહામારી ચરમસીમાએ હતી ત્યારે ક્રુડના ભાવ 30 ડોલર પ્રતિ ડોલર આવી ગયા હતા. આજે ભાવ 64 ડોલર પ્રતિ ડોલર ઉપર છે. કોરોના મહામારી દરમિયાન માગણી ઘટવાના કારણે ક્રુડ ઓઈલના ભાવ ઘણા વધી ગયા હતા. આથી OPEC દેશોએ ગત વર્ષે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો.

(સંકેત)